પટણા
ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, એવામાં ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે અને હિમાચલમાં પણ હાલ બીજેપી સરકાર ચાલી રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પર દરેક લોકો નજર રાખીને બેઠા છે. વાત એમ છે કે પંજાબમાં સરકાર બનાવ્યા પછી ઉત્સાહિત આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પણ ચૂંટણી જીતવાની સંભાવના દેખાઈ રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી ‘આપ’ પણ ગુજરાતમાં ચુંટણી લડશે અને એ કારણે જ ગુજરાતમાં ત્રિકોણીય ચૂંટણી થઈ રહી છે એવું માનવામાં આવે છે. આ બધા વચ્ચે બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? આ પ્રશ્ન પર ચૂંટણી રણનીતિકાર ગણાતા પ્રશાંત કિશોરે દાવો કર્યો છે. બંને રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે? આ વાત પર પ્રશાંત કિશોરે વચન દાવો કર્યો હતો કે ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનશે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં તેમની જનસુરાજ યાત્રાના ૧૫માં દિવસે પ્રશાંત કિશોરે મીડિયા સાથે વાત કરી હતી અને એ સમયે એમને આ દાવો કર્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ગુજરાત અને હિમાચલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત નોંધાવશે અને બંને જગ્યા એ સરકાર બનાવશે. પ્રશાંત કિશોરે આગળ કહ્યું હતું કે, ‘બંને રાજ્યોમાં બીજીપીણઆ પક્ષમાં હવા ચાલી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે પણ તેનાથી ભાજપને વધુ નુકસાન નહીં થાય અને એરહી વાત હિમાચલ પ્રદેશની તો ત્યાં પણ ‘આપ’ની કોઈ અસર નથી. આ સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી છે પણ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી છોડીને કેરળમાં ‘ભારત જાેડો યાત્રા’ કાઢી રહ્યા છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પણ પ્રહાર કર્યા હતો અને એમને કહ્યું હતું કે ‘નીતીશ કુમાર ખુરશીના લોભી છે પણ હવે તેમની રાજનૈતિક પારી સમાપ્ત થવાના આરે છે. એટલા માટે જ એમને સીએમ બની રહેવા માટે ૯મી ફેલને બિહારના ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. પ્રશાંત કિશોરે આગળ કહ્યું હતું કે ચંપારણમાંથી બે બે સાંસદ છે પણ અહિયાં ક્યાં વિકાસ થયો છે. એમને લોકોને સવાલ કરતા કહ્યું હતું કે તમે કેવી રીતે લગાતાર એક જ નેતાને પસંદ કરી શકો છો? એ જાણતા કે તમારા ક્ષેત્રમાં કામ નથી થયું. તમારે વિકાસના નામે તમારો નેતા પસંદ કરવો પડશે.


