Gujarat

ગુજરાત રાજ્યના નામોદીષ્ટ અધિકારી દ્વારા કર્યો હુકમ…

 વંથલી નગરપાલિકા ના હાલ કારોબારી ચેરમેન સહિત અન્ય 1 સભ્યને સભ્યપદે થી દુર કરાયા……
પક્ષાંતરધારા હેઠળ કરાઈ કાર્યવાહી…
વંથલી
    વંથલી નગરપાલિકા અવર નવર વિવાદોના વંટોળ માં સંકળાયેલી રહેતી હોય છે.ત્યારે ગત 13 જાન્યુઆરીના રોજ પ્રમુખપદ માટેની યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ચિન્હ પર ચૂંટાયેલ નગરપાલિકાના વોર્ડ નં 4 ના બંને સભ્યો (1) પ્રમોદભાઈ વાણવી (2) જાંજીબેન હુણ દ્વારા જ ભાજપ પક્ષની વ્હીપનો અનાદર કરવામાં આવ્યો હતો.અને કાઁગ્રેસ પક્ષના તરફેણમાં મતદાન કરવાનું કૃત્ય  કરીને આવુ વર્તન આચરીને તેઓએ પોતાનો રાજકીય પક્ષ પોતાની રીતે છોડી દીધેલ હોવાનું પુરવાર થતા ગુજરાત રાજ્યના નામોદીષ્ટ અધિકારી દ્વારા હાલ નગરપાલિકાના કારોબારી ચેરમેન  પ્રમોદભાઈ વાણવી સહિત અન્ય એક સભ્ય જાંજીબેન હુણ ને સભ્યપદે ગેરલાયક ઠરાવવા હુકમ કરવામાં આવતા વંથલી શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220628_172428.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *