પંચમહાલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા નગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મારો મત, મારો અધિકારના સૂત્રને સાર્થક કરતા પદયાત્રા સ્વરૂપે રેલી યોજવામાં આવી હતી. જેમાં લાલબાગ ટેકરીથી શરૂ કરીને કલાલ દરવાજા, નગરપાલિકા, શરાફ બજાર, પટેલવાડા, સોનીવાડ, હોળી ચકલા ,થઈને બાવાની મઢી પર સમાપ્તિ કરવામાં આવી હતી. જેમાં ૭૦ થી વધુ કાર્યકર્તાઓ અને યુવાનો જાેડાયા હતાં. આ તબક્કે સૌ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. ૧૦૦ % મતદાન થાય એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા દ્વારા વિવિધ કોલેજાેમાં પણ રથયાત્રા રૂપે ફર્સ્ટ ટાઈમ વોટર હોય તેવા વિદ્યાર્થીઓને અને યુવાનોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા નગર મંત્રી ઈશાન શર્માએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત દરેક કેમ્પસ જઈ યુવા મતદારોને ૧૦૦% મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. દરેક જગ્યાએ મતદાન જાગૃતિનો રથ ફેરવવામાં આવી રહ્યો છે અને લોકતંત્રની ગરિમા જળવાય રહે તે માટે દરેક લોકોએ ૧૦૦%મતદાન કરવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો.


