Gujarat

ગોધરા બગીચા રોડની આસપાસ રસ્તાઓની ખસ્તા હાલત, વેપારીઓએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

પંચમહાલ
ગોધરા શહેરમાં આવેલ બગીચા રોડ ખાતે આશરે ૨૦૦થી વધારે દુકાન આવેલ છે. જ્યાં રોડની હાલત જર્જરિત હોવાના કારણે પ્રતિદીન અવરજવર કરતા વાહનના કારણે ધૂળની ડમરીઓ દુકાનમાં આવે છે. જેમાં જેના પરિણામે વેપાર કરતાં દુકાનદારોનો શ્વાસ અને દમની તકલીફથી હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેના પરિણામે આજે બગીચા રોડના દુકાનદારો ભેગા થઈને સૂત્રોચાર સાથે રોડ નહીં તો વોટ નહીં ના નારાઓ સાથે વિરોધ નોંધાયો હતો. તાજેતરમાં ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાઓમાં પાંચ લાખ રૂપિયાના ખર્ચે ગોધરા શહેરના વિવિધ રસ્તાઓનું સમારકામ કરી ખાડાઓ પૂરવામાં આવ્યા હતા. પરંતુ ગોધરા શહેરમાં વરસાદના કારણે ફરી એકવાર ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર ખાડા પડી ગયા છે. ત્યારે ગોધરા શહેરના મુખ્ય માર્ગ એવા ૨૪ કલાક વાહન વ્યવહારથી ધમધમતા એવા બગીચા રોડ ઉપર આવેલા ૨૦૦ ઉપરાંત દુકાનદારોએ ભેગા થઈને સૂત્રોચાર કર્યા હતા કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રોડ નહીં તો વોટ નહીં ના નારાઓ સાથે વિરોધ નોંધાયો હતો.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *