છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદન ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને નોડલ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન નોડલ અધિકારીઓએ કરવાની થતી કામગીરી અંગે જાણકારી મળી રહે તે હેતુસર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી તેમણે દરેક નોડલ અધિકારીએ કેવા પ્રકારની કામગીરી કરવી એ અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ભારતીય ચૂંટણી પંચ તરફથી સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અનુસાર કામગીરી કરવાની રહેશે એમ જણાવ્યું હતું.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાને લગતી કામગીરી ખૂબ જ સંવેદનશીલ કામગીરી હોઇ, તમામ નોડલ અધિકારીઓ પોતાને સોંપવામાં આવેલી કામગીરી ખૂબ ગંભાીરતાથી નિભાવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. આ ઉપરાંત જો કોઇ મુંઝવણ હોય તો જિલ્લા ચૂંટણી અધિકારી, અધિક નિવાસી કલેકટર અથવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીનો સંપર્ક કરવા માટે તેમણે જણાવ્યું હતું.
બેઠકનું સંચાલન કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નોડલ અધિકારીઓની ફરજો અંગે વિગતે જાણકારી આપી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર કે.આર.ભગોરા, ચૂંટણી મામલતદાર એ.એમ.પ્રજાપતિ, તમામ નોડલ અધિકારીઓ, ચૂંટણી શાખાના કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


