Gujarat

 છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર અને ફેસિલિટ બહેનોએ તારીખ 22 સપ્ટેમ્બરે તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પત્ર આપી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. 

ગુજરાત રાજ્યની આશા વર્કર તેમજ ફેસીલીટર બહેનોની હડતાળ પર ઉતરતાં રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનો ને 2500 અને ફેસીલીટર બહેનો 2000 જેટલો વધારો કરતો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જે વઘારાને આશા વર્કર અને
 ફેસીલીટર બહેનો લોલીપોપ ગણાવી છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર ફેસીલીટર  બહેનો જિલ્લા પંચાયત ખાતે એકઠી થઈ સૂત્રોચ્ચાર કરી પરિપત્રની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ અપાયેલી પ્રેસ નોટમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય ભરની આશા વર્કર તેમજ
ફેસિલીટર બહેનો માંગણીઓને લઇને આંદોલન કરી રહેલ જેને શાંત કરવા સરકાર દ્વારા જે પગાર વધારો  કરી પરિપત્ર કર્યો છે,  જે  સરકાર દ્વારા રેવડી ગણાવી પરિપત્રની હોળી કરી લઘુતમ વેતન મુજબ પગાર ની માંગણી ની સરકાર દ્વારા અવગણના કરાતાં આંદોલન ને ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220924-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *