Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં મેડિકલની ડીગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વધુ 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે,

છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી જિલ્લો છે ,જેને લઈ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ઝોલા છાપ ડોક્ટરો દ્વારા ગામે ગામ દવાખાના ના બોર્ડ લગાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની હાટડીઓ ચાલી રહી છે,ત્યારે છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસને આ બાબતની  બાતમી હકીકત મળતા SOG ઇન્ચાર્જ પી આઈ જે પી મેવાડા દ્વારા શુક્રવારે પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામમાં દવાખાના ના બોર્ડ મારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની હાટડી ખોલીને બેઠેલા ત્રણ ક્લિનિક માં છાપો મારતા ત્રણેય ડોક્ટર મેડિકલ ડીગ્રી વિના પ્રેક્ટિસ કરતા અને એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપી દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું હતું,પોલીસે ભીખાપુરા ગામમાંથી (1)રણજિત કુમાર મુકુંદકુમાર બીશ્વાસ કે જેણે બીએ નો અભ્યાસ કરેલો છે(2)સુવિર ભાઈ રણજીતભાઈ બારોઇ કે જેણે BSc નો અભ્યાસ કરેલો છે જ્યારે (3) પલાસભાઈ નંની ગોપાલ મંડળ કે જેણે માત્ર શિરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે ,આ ત્રણેયની મેડિકલ સાધનો, એલોપેથી દવાઓ અને રોકડ મળી કુલ 97 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પાવિજેતપુર પોલીસ મથકમાં ગુનો નોંધી  કાયદેસરની કાર્યવાહી કરી છે ,ઉલ્લેખનીય છેકે SOG પોલીસે ત્રણ દિવસ અગાઉ છોટાઉદેપુર તાલુકાના દેવહાટ અને રંગપુર ગામમા દવાખાનું ચલાવતા 3 બોગસ તબીબને ઝડપ્યા હતા,મેડિકલ ની ડીગ્રી વિના આદિવાસી વિસ્તારની ગરીબ નિરક્ષર જનતાને પોતે mbbs ડોક્ટર હોવાનું જણાવી પંથકમાં આવા અનેક બોગસ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા માટે માટેની હાટડીઓ ખોલીને બેઠા છે ત્યારે જ પોલીસે જીલામાં કાર્યરત આવા બોગસ  ડોક્ટરો સામે કાર્યવાહી કરતા જિલ્લામા કાર્યરત અન્ય બોગસ તબીબો ભૂગર્ભ માં ઉતરી ગયા છે , જિલ્લામાં લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય  તે માટે પગલાં ભરવા માટે જે જવાબતંત્ર તંત્ર એવા આરોગ્ય વિભાગ તરફથી કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક મોટો સવાલ છે, જોકે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સરકારી PHC અને CHC માં ડોક્ટરોનો અભાવ અને અનિયમિતતાનો આવા ઝોલાછાપ ડોક્ટરો લાભ લઇ રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220416-154527_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *