Gujarat

છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય   પર્વ જેતપુર પાવી ખાતે ઉજજવવામાં આવશે 

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આગોતરા
 આયોજન અંગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
 છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જેતપુર પાવી ખાતે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
 બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે નકકી કરવામાં આવેલા સ્થળે કાર્યક્રમને અનુરૂપ તમામ સુવિધાઓ સમયસર પૂર્ણ થાય એ માટે સંબંધિત અધિકારીઓ સ્થળની મુલાકાત કરી લેવી જોઇશે એમ ઉમેરી તેમણે જિલ્લા કક્ષાની આ ઉજવણીનું આયોજન સુચારૂ રીતે થાય એ માટે તમામ અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું.
 બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પણ કાર્યક્રમને અનુલક્ષીને કરવાની થતી તૈયારીઓ અંગે ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
 બેઠક દરમિયાન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સાંકળી લેતી વિવિધ કમિટીઓના કરવામાં આવેલા ગઠન અંગે સમજ આપી કમિટી દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
 આ ઉપરાંત તેમણે કાર્યક્રમના સ્થળે સભા મંડપ, ડાયસ, મિનીટ ટુ મિનીટ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગની વ્યવસ્થા અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે પણ સંબંધિત વિભાગોએ પુરતી કાળજી લઇ વ્યવસ્થા સમયમર્યાદામાં પુરી થાય એ તાકીદ કરી હતી.
 બેઠકમાં પ્રાંત અધિકારી છોટાઉદેપુર વિમલ ચક્રવર્તી, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેર અમરસિંહ રાઠવા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કમલેશભાઇ બારૈયા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિકાસ વિરલ વસાવા, આયોજન અધિકારી સુશ્રી. શ્વેતાબેન ડાભી, મામલતદારો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220730-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *