આજે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને છ એ છ તાલુકા શિક્ષક ઘટક સંઘની ચૂંટણી યોજાઈ. ચુંટણીમાં કુલ 4416 મતદારો પોતાના શિક્ષક નેતાઓ માટે મતદાન કરી રહ્યા છે. પ્રાથમિક શિક્ષક સંઘ માટે મશાલ અને ગુલાબ એમ બે પક્ષો વચ્ચે ચુંટણી જંગ છે. જિલ્લા સંઘમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત 13 હોદા માટે 26 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે તાલુકા પ્રાથમિક ઘટક સંઘની વાત કરીએ તો પાવીજેતપુર તાલુકા શિક્ષક સંઘમાં મસાલ પેનલ સમરસ થઈ જ્યારે સંખેડા તાલુકા સંઘમાં ગુલાબ પેનલ સમરસ થઈ છે. નસવાડીમાં ગુલાબ પેનલના ફોર્મ રદ થતા મશાલ પેનલના પ્રમુખ સહિત ચાર હોદા બિનહરીફ થયા છે. છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક સંઘ માટે મશાલ ના પ્રમુખ બિન હરીફ ચુંટાઈ આવ્યા છે. ચુંટણી પરિણામની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષક ઘટક સંઘની મતગણતરી આજે સાંજે જ થઈ જશે જ્યારે જિલ્લા સંઘની મતગણતરી આવતીકાલે યોજાશે. હાલ તો બન્ને પક્ષના ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


