Gujarat

છોટાઉદેપુર ની યૂનાઇટેડ પબ્લિક સ્કૂલ, વિધ્યાર્થિનીઓને  સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના આદેશ થી અને નાયબ-પોલીસ અધિક્ષક શ્રી જે.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ અંતર્ગત જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા સંચાલિત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકેડમી દ્વારા યૂનાઇટેડ પબ્લિક સ્કૂલ, છોટાઉદેપુર આ સહયોગ થી વિધ્યાર્થિનીઓને કરાટે ની તાલીમ આપવામાં આવી હતી. અને તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એવા સૂત્રની સમાજ આપી ચોરીના બનાવો અટકે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ કેવી રીતે પ્રજા પોલીસને મદદરૂપ થઈ શકે તેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિધ્યાર્થિનીઓને પોલીસ સ્ટેશનની કાનૂની કામગીરી વિષે જાણકારી આપવામાં આવી હતી. તેમજ શાળા ની બાળાઓને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેકટર વી. એમ. કામલીયા  ની કામગીરી અને બંદૂક ટીયર ગેસ જેવા હથિયારોની જાણકારી આપી હતી. વિધ્યાર્થિનીઓના પ્રોત્સાહન માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ના પી.આઈ. વી.એમ.કામલીયા એ શાળા ની બાળાઓ ને પોલીસ ની કામગીરી  અને સુરત માં મહિલા પર થયેલ અત્યાચાર જેવા પરિસ્થિતી માં પોતાનો બચાવ કેવી રીતે કરવો અને એવા પરિસ્થિતીમાં પોતાનો બચાવ કેવી રીતે કરવું તેની જાણકારી આપી હતી અને દરેક બાળાઓને પોલીસ સ્ટેશન તરફ થી ઠંડુ પીણું અર્પણ કર્યું હતું. યૂનાઇટેડ પબ્લિક  સ્કૂલ ના આચાર્ય શ્રી રફીકભાઈ તેમજ સંસ્થાના સિનિયર કોચ શ્રી જાબીરહુસેન એન.મલેક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકેડમી દ્વારા ૩૫૦૦૦ જેટલી બાળાઓ ને સેલ્ફ ડિફેન્સ કરાટે ની તાલીમ આપી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220308-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *