જામનગર
દેશ અને ગુજરાતમાં હાલ ક્યાંક ને ક્યાંક દુષ્કર્મના કિસ્સા સામે આવે છે અનેક આરોપીઓ પકડાય છે અને અનેક આરોપીઓને સજા થાય છે ત્યારે કલ્યાણપુરના દુષ્કર્મના આરોપીને કોર્ટે ૮ વર્ષની કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો છે. આરોપી સામે ૨૦૧૮માં પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમા પોક્સો હેઠળ તા.૧૧-૪-૨૦૧૮મા ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુનાની આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.એન.જાડેજાને સોંપાયેલ. તપાસ દરમ્યાન પુરાવાઓ મેળવી આ ગુન્હાના આરોપી રાણા ઉર્ફે ઘનુ મેપા વાઘને અટક કરી જેલ હવાલે કરેલ. તપાસ દરમ્યાન આરોપી વિરુદ્ધ પુરતા પુરાવા એકત્રીત કરી આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને સમયમર્યાદામા કેસના સાક્ષી પંચોને કોર્ટમા હાજર રખાવેલ. ગુના સબંધે સરકાર તરફ સરકારી વકીલ દ્વારા પુરાવાઓ રજુ કરી કેસ સંબધીત દલીલો રજુ કરતા કોર્ટે આરોપીએ ગુનો કરેલનુ તકસીરવાર ઠેરવી ૮વર્ષની સખત કેદ તેમજ રૂ.૪ હજાર રોકડ દંડની સજા ફ્ટકારવામાં આવેલ છે.


