Gujarat

જામનગર ખાતેના કૃષિ મેળામાં ૩૫૮ ખેડુતોએ ભાગ લીધો

જામનગર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા આત્મા પ્રોજેક્ટ જામનગરના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળાનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૫૮ જેટલા ખેડૂતો અને ૩૫ જેટલા અધિકારીઓ મળીને કુલ ૩૯૩ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જુદાજુદા કૃષિ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યાં હતા. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તમામ ખાતાના વડાઓ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ ને સફળ બનાવવા માટેના પ્રત્યક્ષ નિદર્શનો ગોઠવીને ઈનપુટ ઉત્પાદન, સફળ ખેતીના પગલા, મૂલ્ય વર્ધન અને માર્કેટીંગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવી દિલ્હીથી કેન્દ્રિય કૃષિ મંત્રીનરેન્દ્રસિંહ તોમર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોજના, વિકાસ અને વિસ્તરણ કરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર. એસ. ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગર, ડો. કે.ડી.મુંગરા, સંશોધન વૈજ્ઞાનિક (બાજરા), બા.સં.કે., જુકૃયું, જામનગર, ડો.કે.પી.બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કે.વી.કે., જુકૃયું, જામનગર બી.એમ.આગઠ, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), એચ.બી.પટેલ, નાયબ બાગાયત નિયામક, જામનગર સી.ઓ.લશ્કરી, નાયબ બાગાયત નિયામક, દેવભૂમિ દ્વારકા, ડો.રાણીપા નાયબ પશુપાલન નિયામક, જામનગર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

358-farmers-participated-in-the-agricultural-fair.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *