Gujarat

જુનાગઢનાં સૂખપુર ગામમાં બે બે મકાન હોવા છતા એક જ આંગણવાડીકેન્દ્ર

રીલાયન્સ દ્વારા બનાવેલા મકાનમાં ગ્રામ પંચાયત બેસાડવામાં આવી
સાગર નિર્મળ
જુનાગઢ
જૂનાગઢના સુખપુર ગામમાં અંદાજે 10 વર્ષથી બે બે આંગણવાડીકેન્દ્ર માટે મકાન તો બનાવવામાં આવ્યા પરંતુ કાર્યરત માત્ર એક જ કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લામાં આવેલ સુખપુર ગામમાં બે આંગણવાડી કેન્દ્રો માટે સરકાર દ્વારા અને રિલાયન્સ દ્વારા મકાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે 2011-12 માં રિલાયન્સ દ્વારા એક આંગણવાડી કેન્દ્ર માટે મકાન બનાવવામાં આવ્યું ત્યારે બીજું આંગણવાડી કેન્દ્ર માટે 12 નાણાપંચ માંથી બીજું પણ મકાન બનાવવામાં આવ્યું હતું. આમ બે બે મકાન હોવા છતા આંગણવાડી કેન્દ્ર એક જ કાર્યરત રહ્યું બીજા મકાન ગ્રામપંચાયત પાસે જ રહ્યું હતું.
આજની સ્થતિ જોતા 1249 પૈકી 331 આંગણવાડી કેન્દ્રો ભાડાનાં મકાનમાં બેસે છે ત્યારે એક જ ગામમાં સરકાર દ્વારા બનાવેલ આંગણવાડીનું મકાન અને રિલાયન્સ દ્વારા પણ બનાવવામા આવેલ આંગણવાડીનું મકાન એમ બે બે મકાનો બનાવવામાં આવ્યા છે. મળેલ માહિતી મુજબ રિલ્યાન્સ દ્વારા આંગણવાડી કેન્દ્ર માટે બનાવેલ મકાન અંદાજે 10 વર્ષ સુધી તો સુખપુર ગ્રામ પંચાયત માટે જ વાપરવામાં આવ્યું હતું જયારે 12 નાણાંપંચ માંથી બનાવેલ મકાન જર્જરિત થતા આઠ મહિના પહેલા જ આ રિલ્યાન્સ દ્વારા બનાવવામાં આવેલ આંગણવાડી કેન્દ્ર ગ્રામ પંચાયત દ્વારા શોપવામા આવ્યું હતું.
જો કે આ આંગણવાડી તબદીલ કરવા બાબતની જાણ પણ જિલ્લા કક્ષાનાં અધિકારી પોગ્રામ ઓફીસરને પણ ન હોવાની ચોકાવનારી વિગતો મળી છે.
10 વર્ષ સુધી ગ્રામ પંચાયત દ્વારા વાપરવામાં આવેલ આંગણવાડી કેન્દ્રની હાલ તો હાલત પણ ખરાબ છે ક્યાંક ઉપરથી પાણી પણ પડે છે. તો ક્યાંક આંગણવાડીકેન્દ્રોમાં જવાના રસ્તા પાસે જ સેફ્ટી ટેંકના ઢાંકણા પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે.
 તો પીવાનાં પાણી માટેનોના આરો.પ્લાન્ટ પણ મેન્ટન્સનાં અભાવે કાંધી પર બંધ હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે.
એક તરફ 331 આંગણવાડી કેન્દ્રો માટે ભાડા ભરવા મજબુર તંત્ર એક ગામમાં બે બે મકાન હોવા છતાં માત્ર એક જ મકાનનો વપરાશ કરી સંતોષ વ્યકત કરી રહ્યું છે.
આ બાબતે પોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કેન્દ્રની આજ દિવસ સુધી મુલાકાત પણ લીધી ન હોવાની ચોકાવનારી વિગતો મળી રહી છે. આંગણવાડી કેન્દ્રનું મકાન બદલે તો અધિકારીઓને જાણ પણ ન હોવાની વિગતો મળી રહી છે.
ખાસ જર્જરિત હાલતમાં રહેલાં મકાનમાં આંગણવાડી કેન્દ્રો ન ચાલે તે માટે પણ તંત્ર સજાગ રહે છે તેવું પણ જણાવ્યુ હતુ.
જો કે અગાઉ બે મકાન બનાવવામાં આવ્યા પાછળનું કારણ શું હશે તે જણાવવાને બદલે પોગ્રામ ઓફિસર શારદાબહેન દેશાઈ હાલ મનરેગા યોજના હેઠળ નવા મકાન બનાવવાના ગીતો ગાયા હતા..
ખરેખર આંગણવાડી કેન્દ્રો માટે બનાવેલ મકાન માટે ક્યાંય નાણાંનો વ્યય થયો છે કે કેમ આ બાબતે તંત્ર તપાસ કરી જવાબદાર સામે ન્યાયિક પગલા લેશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *