પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય, તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને શ્રી એસ.એમ.સોની ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, જુના વાઘણીયા ગામે, ગોપાલ ચોક વિસ્તારમાં ગોબરભાઇ વાધજીભાઇ ગઢીયાનાં રહેણાંક મકાન ભાડેથી રાખી બાવાજી કલીનિક નામનું ગેરકાયદેસર દવાખાનુ કે કલીનિક ચલાવતા હોય, જે અન્વયે સદરહુ જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, બગસરા તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ, દવાની બોટલો, ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.ત્યારે મજકુર પકડાયેલ ઈસમ વિજયભાઇ વાલદાસભાઇ કુબાવત, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા જી.અમરેલીવાળા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૫૯ કુલ કિ.રૂ.૧૫,૦૮૫.૩૩ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. અને મજકુર ઈસમ વિરૂધ્ધ ગુનો રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


