સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ધ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વંદે વિકાસ યાત્રા કાર્યક્રમ આગામી તા.૪, જુલાઈ ૨૦૨૨ થી તા.૧૮, જુલાઈ ૨૦૨૨ દરમ્યાન જૂનાગઢ શહેરમાં વોર્ડ વાઈઝ વોર્ડ નં- ૧ થી ૧૫ માં અલગ – અલગ સ્થળો ઉપર ઉજવણીનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવા આજે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર તન્ના દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી
આ કાર્યક્રમ અલગ અલગ વોર્ડમાં અલગ અલગ સ્થળે સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ દર્શાવતા રથ ફરશે.આ રથમાં સરકારની તથા મહાનગરપાલિકા, જૂનાગઢની વિકાસલક્ષી કાર્યોની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે, તેમજ વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે,તેમજ સ્થળ પર જ સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે.જે અંતર્ગત આજે મહાનગરપાલિકાના દિન દયાળ ઉપાધ્યાય મીટીંગ હોલ ખાતે કમિશનર તન્નાનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાય હતી.આ બેઠકમાં સ્થાયી સમિતિ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ,શાસકપક્ષના નેતા , આસી.કમિશનર, કાર્યક્રમનાં નોડલ અધિકારી અને મેડીકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જૂનાગઢ શહેરમાં વોર્ડ વાઈઝ વંદે ગુજરાત યાત્રા,કાર્યક્રમની ઉજવણી કરવા માટે વિવિધ કમિટીઓની રચના કરી આ કમિટીઓને જેમાં અધિકારી, અને કર્મચારીઓ,વોર્ડ પ્રભારીઓ,વોર્ડ એસ.આઈ. ને આનુસંગિક કામગીરી સુપ્રત કરવામાં આવી હતી.


