Gujarat

જેતપુરનાં ભીડભંજન મંદિર આગળ નદીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં બાળકનો મૃતદેહ તરતો મળ્યો

કોઈએ પાણીમાં ફેંકી દીધાની આશંકા:પોલીસે તપાસ હાથ ધરી
જેતપુર નજીક આવેલ ભીડભંજન મંદિર નજીક આવેલ  નદીના ચેકડેમ પાસેથી અંદાજે છ થી સાત મહિનાનાં બાળકનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. નદી પર તરી રહેલા બાળકનાં મૃતદેહને પશુ ચરાવતા માલધારીઓએ જોતા સેવાભાવી માણસને ઘટનાની જાણ કરવામાં આવતા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
બનાવની વિગતો મુજબ જેતપુર થી થાણાગાલોળ તરફ જતા રસ્તા વચ્ચે આવતું ભીડભંજન મહાદેવ મંદિરની નજીક આવેલ ગાલોળીયા નદીનાં ચેકડેમ પાસેથી અંદાજે છ થી સાત વર્ષના બાળકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહને પશુઓ ચરાવતા માલધારીઓ જોઈ જતા માલધારીઓએ જેતપુરના સેવાભાવી યુવાન હારુનભાઇ રફાઈને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને તરતી હાલતમાં બાળકની કોહવાયેલી લાશ હોવાનું માલુમ પડતા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી હતી. લાશને હારુંનભાઈ એ બહાર કાઢી પોલીસને સોપી હતી
સેવાભાવી યુવાન હારુનભાઈ રફાઈ તેમજ પોલીસનાં જણાવ્યા મુજબ બાળક પુરુષ હોઈ તેમજ છ થી સાત વર્ષનું હોઈ તેમજ બાળકના એક પગમાં મોજુ તેમજ ફકત એક પોતળીમાં વિટાયેલું હોવાનું જણાવ્યું હતું
સમગ્ર બાબતે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઇ જાની સહિતના સ્ટાફે આજુબાજુના ગામોના સરપંચોને બાળક મામલે જાણ કરી હતી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે જેતપુર હોસ્પિટલ ખસેડ્યો હતો.બાળક મામલે તપાસ હાથ ધરી હતી બીજી બાજુ લોકોએ  ત્યજી દીધેલા બાળકની માતા પર ફિટકાર વરસાવી રહ્યા હતા
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220721-184432__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *