Gujarat

જેતપુરના ધારેશ્વર પાસે ઇલે કરંટ લાગતા મોત

જેતપુરના ધારેશ્વર નજીક અંકુર હોટલ પાછળ આવેલ ગોડાઉનમાં સીડી ઉતરતી વેળાએ બાજુમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં યુવકનો હાથ અડકતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
બનવાની વિગતો મુજબ જેતપુર રાજકોટ હાઇવે પર ધારેશ્વર નજીક આવેલ અંકુર હોટલની પાછળ આવેલ ગોડાઉનમાં જેતપુરના નવાગઢ માં રહેતા ક્ષત્રિય યુવાન મનીષ દેવકુભાઇ બસિયા ઉ.વ.25 જે તેમના પિતા દેવજીભાઈ બસિયા જે ગોડાઉનમાં મજૂરો સાથે રહેતા હોઈ જેથી યુવાન તેમના પિતાને મળવા માટે આવેલ ત્યાર બાદ મૃતક યુવાન અને તેમના પિતા વચ્ચે રકજક થતા યુવક ગુસ્સામાં ગોડાઉનની પહેલાં માળની સીડી નીચે ઉતરી રહ્યો હતો એ દરમિયાન સીડી નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરને અડકતા અવાજ આવતા ગોડાઉનમાં રહેતા મજૂરો તેમજ મૃતક યુવાનનાં પિતા બહાર આવી જોતા મનીષનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેથી આજુબાજુના લોકોએ પીજીવીસીએલ ની ટીમ તેમજ વિરપુર પોલીસને જાણ કરી હતી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ મામલે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી હતી

IMG-20221011-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *