ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
પ્રતિવર્ષ શિયાળા દરમિયાન વન્યપ્રાણીઓની અવર જવર રહેતી હોય છે ત્યારે ખોડલધામ પાસે આવેલ અને ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામે માલધારી પર દીપડાએ હુમલો કરતા વનતંત્ર હરકતમાં આવ્યું હતું અને ભંડારિયા પાસે પાંજરૂ મુકતા દીપડો પાંજરે પુરવા મજબૂર થવા પામ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામે રહેતા અને માલઢોર ચરાવવા નું કામ કરતા મંડાભાઈ કાબાભાઈ ટોળીયા ઉપર ખુંખાર દીપડાએ હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા ઘટના અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા ફોરેસ્ટર બી ગોહીલ પી એલ ચુડાસમા તેમજ એસ.ટી ચુડાસમા સહિતના વનવિભાગના સ્ટાફે તપાસના ચક્રોગતિમાન કરી દીપડાને ઝડપવા કવાયત હાથ ધરી હતી ગતરાત્રીના ભંડારીયા ગામ પાસે પાંજરૂ મુકવામાં આવતા આખરે વહેલી સવારે દીપડો પાંજરે પુરવા પામ્યો હતો વનવિભાગની સાથે સાત આ વિસ્તારના ખેડૂતો અને માલધારી ઓ એ રાહતનો શ્વાસ લીધો હતો. ખંભાલીડા પંથક ખાસ કરીને જંગલ વિસ્તાર ગણાય છે.વિસ્તાર ના અગ્રણી એ જણાવ્યુ કે એક નહી આઠ જેટલા દિપડા આ વિસ્તાર મા વિહરી રહ્યા છે.સદનશીબે રંજાડ નહી હોવાથી ફોરેસ્ટ વિભાગ ને જાણ કરાઇ નથી.
હરેશ ભાલીયા જેતપુર

