Gujarat

ઝૂંડાલ પાસેથી પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો

અમદાવાદ
ઝુંડાલ સર્કલ પાસેથી દારૂનું એક ગોડાઉન ઝડપી પાડ્યું છે જેમાંથી ઈંગ્લીશ દારૂની ૭૪૦ પેટી કબ્જે કરવામાં આવી છે. આ ગોડાઉન પાસેથી એક દારૂ ભરેલ ૧૦ ફોર વ્હીલર અને એક ટ્રક પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦ અલગ અલગ ફોર વ્હીલર ગાડીમાં દારૂનું કટિંગ થતું હતું તે ગાડી પણ પીસીબી એ કબ્જે કરી છે. આમ પીસીબી એ ૮૮૯૨ બોટલ સહિત ૧.૨૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે મનહરસિંહ ચંપાવત,હાર્દિક શાહ,ચંદ્રસિંહ સોલંકી અને દેવીલાલ બીસનોઈની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ગોડાઉન અને દારૂ રાજુ મારવાડીનો હોવાનું હાલ સામે આવ્યું છે. આ ગોડાઉન શહેરના છેવાડે રાખવામાં આવ્યું છે કારણકે અહીંથી સરળતાથી દારૂ સૌરાષ્ટ્ર તરફ કટીંગ કરીને મોકલવામાં આવતો હતો. જાેકે રાજુ અત્યારે ફરાર છે. જેની શોધખોળ ચાલી રહી છે. આ ગોડાઉન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તથા અન્ય કોણ કોણ સામેલ છે તે બાબતે રાજુ મારવાડીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળશે ચાંદખેડા વિસ્તારમાં આટલું મોટું ગોડાઉન અને તેમાં દારૂનો આટલો મોટો જથ્થો હોય તે અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ દેસાઈ અજાણ હોય તેવું માનવામાં નથી આવી રહ્યું. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.જાેકે આ મામલે અન્ય કોઈ પોલીસકર્મી જાણતા હતા કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે શહેરમાં પીસીબીએ વિદેશી દારૂની ૭૪૦પેટી પકડી છે.આ સાથે દારૂનું ગોડાઉન પણ કબ્જે કરવામાં આવ્યું છે જેમાંથી દારૂ કટિંગ થઈને સૌરાષ્ટ્ર તરફ જતો હતો.કુલ ૧.૨૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જાેકે સમગ્ર મામલે સ્થાનિક પોલીસની ભૂમિ પણ શંકમાં છે જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ થઈ છે.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *