ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જામનગર દ્વારા સંચાલિત નવરાત્રિ રાસ-ગરબા હરીફાઈ ગત તા. ૨૦/૦૯/૨૦૨૨નાં શહેરના
ટાઉનહોલ ખાતે યોજાયેલ હતી. જેમાં જામનગર શહેર કક્ષાની ગરબા-રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી રાજશક્તિ રાસ મંડળ, દ્રિતીય ક્રમે ચારણ રાસ મંડળ ઉતીર્ણ થયું છે. પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, દ્રિતીય ક્રમે જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય વિજેતા જાહેર થયેલ છે. આ ઉપરાંત, જામનગર ગ્રામ્યમાં ગરબા-રાસની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આશાપુરા ગરબી મંડળ જામજોધપુર, દ્રિતીય ક્રમે જય વેલનાથ રાસ મંડળ લતીપુર, તૃતીય ક્રમે ચામુંડા રાસ મંડળ ધ્રોલ ઉતીર્ણ જાહેર થયું છે. જયારે પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉમિયાજી મહિલા બી.એડ. કોલેજ ધ્રોલ, દ્રિતીય ક્રમે જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ વિજેતા થયેલ છે.
