Gujarat

ડાકોરમાં લોહાણા મહાજન અને લોહાણા મહિલા મંડળની વિધિવત  સ્થાપના     

ગિરગઢડા
    ભરત ગંગદેવ.
 લોહાણા મહાપરીષદનાં પ્રવર્તમાન પ્રમુખ  સતીષભાઇ વિઠલાણીની અખબારી યાદીમાં જણાવે છે કે, સમસ્ત લોહાણા સમાજ માટે આનંદ અને હર્ષની લાગણી પ્રસરે અને સમાજના સંગઠન કાર્યમાં  એક પીછું ઉમેરાય તેવું સરાહનીય કાર્ય કરવામાં આવેલ છે. આજ રોજ ડાકોર મુકામે  ડાકોર લોહાણા મહાજનની વિધીવત સથપના કરાવામાં આવી છે  અને કારોબારીની રચના કરાવામાં આવી છે. કારોબારીનાં વિવિધ હોદ્દાઓ પર સમાજના સંગઠન માટે હોદ્દાઓની વરણી કરવામાં આવી છે. નવનિર્મિત કારોબારી અને પ્રમુખ રસિકભાઈ ઠક્કરનું   હસમુખભાઈ કારીયા એ સાલ ઓઢાળી પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ અને કારોબારી સમિતિના હોદ્દેદારો અને સભ્યોનું લોહાણા મહાપરીષદ આણંદ ખેડા ઝોનના પ્રમુખ  પરેશભાઈ કારીયા અને મંત્રી  ભરતભાઈ ઠક્કર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ ડાકોર મહીલા મંડળની પણ સ્થાપના કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમબાદ આવેલ સૌ જ્ઞાતિબંધુઓ સાથે જલારામબાપાના ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો. ડાકોર મહાજનના હોદ્દેદારોને સમાજના સંગઠન માટેનું સુકાન સાથે જવાબદારી પણ શોપવામાં આવી છે.
આ સાથે  ડાકોર લોહાણા મહાજનના કારોબારી સમિતિના હોદ્દેદાર સભ્યોના નામનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવેલ છે જેમાં શ્રી ડાકોર લોહાણા મહાજન પ્રમુખ રસિકભાઈ.પી. ઠક્કર, ઉપ પ્રમુખ
પરેશભાઈ. આર.ઠક્કર મંત્રી વિપુલભાઈ. સી.કારીયા ખજાનચી
આસુતોષ જી ઠક્કર સહમંત્રી
મયુરભાઈ એચ ઠક્કર સહમંત્રી
ભરતભાઈ કે ઠક્કર દ્વારા જવાબદારી સંભાળવામાં આવી છે.

IMG-20220104-WA0583.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *