Gujarat

ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે શરૂ કરવામાં આવેલ ખીચડી,કઢી,છાસનો પ્રસાદ….

ગિરગઢડા
    ભરત ગંગદેવ…
     ઉતર ગુજરાતના અતિ પ્રખ્યાત તીર્થધામ ડીસા જલારામ મંદિરે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે.અગાઉ દર ગુરૂવારે સાંજે આરતી પછી મસાલા ખીચડીનો પ્રસાદ અપાતો હતો પણ હવે તેની સાથે સ્વાદિષ્ટ કઢી અને ઠંડી છાસ પણ શરૂ કરવામાં આવી છે.દર ગુરૂવારે સવારે 11=00 થી બપોરના 2=00 વાગ્યા સુધી પાણીની પરબ સાથે ઠંડી છાસની પણ પરબ શરૂ કરવામાં આવી છે.
    જલારામ ભકતો સર્વ આર.ડી.ઠકકર,વિષ્ણુભાઈ ઠકકર, જગદીશભાઈ એમ.પૂજારા,અમીતભાઈ ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, અમરતમામા ,ગણપતભાઈ અખાણી સહિતના સેવકો તેમજ બહેનો ખૂબ જ સારી સેવા આપી રહેલ છે.
   જલારામ મંદિર ડીસાના સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, નરેશભાઈ આચાર્ય તેમજ જનસેવાને પ્રભુસેવા માનતા અનેક  સમર્પિત સેવકો આ સત્કાર્યમાં સહકાર આપી રહેલ છે.દર ગુરૂવારે અંદાજે 60 જેટલા જલારામ ભકતો પોતપોતાના નિવાસસ્થાનથી ચાલતા મંદિરે આવે છે.પહેલાં માત્ર પૂજારીજી અને મશીનની હાજરીમાં આરતી થતી હતી પરંતુ તારીખ 3-2-2022 થી દર ગુરૂવારે સાંજે 7=00 વાગે મહાઆરતીમાં પણ અંદાજે 250 જેટલા નસીબદાર, પૂન્યશાળી,ભાગ્યશાળી જલારામ ભકતો જોડાઈને મહાઆરતીનો અનેરો લ્હાવો લઈ રહેલ છે.આગામી સમયમા જલારામ સેવા સદન પણ પલંગ,તિજોરી,ટીપોઈ વિગેરેથી ફુલ ફર્નીશ્ડ કરવામાં આવનાર છે.ડીસા જલારામ મંદિરની માનવતાલક્ષી પ્રવૃતિઓથી અનેકજનોએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે.

IMG-20220420-WA0227.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *