જામનગર તા.૧૫ એપ્રિલ,ગુજરાત સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી-જામનગર, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-જામનગર દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે તા.૧૪/૦૪/૨૦૨૨નાં રોજ જામનગર શહેર કક્ષાએ રામવાડી, ગુલાબનગર, જામનગર ખાતે તેમજ જામનગર ગ્રામ્ય કક્ષાએ હર્ષદપુર તા.જિ.જામનગર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નિહાળ્યું હતું.
