Gujarat

તમે અમારી વાતો કેમ કરો છો તેમ કહી પાડોશી દ્વારા પરિવાર પર હુમલો કરાયો

મોરબી
હળવદ તાલુકાના માથક ગામે રહેતા લવજીભાઇ કેશાભાઇ સોલંકી ઘરે પરિવાર સાથે બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે પાડોશમાં રહેતા કૌટુંબિક સગા એવા હસમુખ ઘોઘાભાઇ સોલંકી, મુકેશ નાગજીભાઇ સોલંકી, સંતોષ મુકેશભાઇ સોલંકી અને વિપુલ સોમાભાઇ સોલંકીએ ઘરમાં આવી તમે કેમ અમારી વાતો કરો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. તેમજ લવજીભાઈને ડાબા પગના પંજે લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી બાદમાં મંજુબેન તથા કિરણ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ આરોપીઓએ માથાના વાળ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો. ઘટના અંગે લવજીભાઈએ હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૧૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.હળવદ તાલુકાના માથક ગામે ઘરે વાતો કરી રહેલા પરિવાર ઉપર પાડોશમાં જ રહેતા કૌટુંબિક સગાઓએ તમે અમારી વાતો કેમ કરો છો કહી ધોકા વડે હુમલો કરી પિતા, પુત્રી, માતા ઉપર હુમલો કર્યો હતો. જેમાં ચાર શખ્સો વિરૂદ્ધ હિચકારો હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

Four-persons-attacked-the-family.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *