ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાલાળા તાલુકાના આંકોલવાડી ખાતે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કેવીકેના પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશ રાઠોડએ અધિકારી ઓ અને ખેડૂત મિત્રોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક પધ્ધતિથી મધમાખી પાલન કઈ રીતે કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરી હતી અને સાથે સાથે મધમાખી દ્વારા જુદા જુદા બાગાયતી તથા ખેતી પાકોના ઉત્પાદનમાં થતાં વધારા વિષે વાત કરી હતી. વધુમાં તેમણે મધ ના વિવિધ ઉપયોગો અને સ્વાસ્થ્ય માટે થતાં ફાયદાઓ વિષે સવિસ્તાર પૂર્વક માહિતી આપી હતી.
કેવીકેના પાક વિજ્ઞાન નિષ્ણાત મનીષ બલદાણિયા એ ખરીફ ઋતુના મહત્વના પાકોની જાતો વિષે સવિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. તેમજ જમીન વિજ્ઞાન નિષ્ણાત શ્રી સતીશ હડિયલએ જમીન અને પાણીના નમુનાઓ કઇ રીતે લેવા અને તેના રાસાયણિક પૃથકરણ વિષે માહિતી આપી હતી અને જલ શક્તિ અભિયાનની પણ સમજણ આપી હતી.
આ કાર્યકમમાં ૪૦ થી વધારે ખેડૂતોએ રસપૂર્વક ભાગ લઈ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.


