ગિરગઢડા
ભરત ગંગદેવ
તા 4 ના રોજ ખાંભા ડેડાણ સ્ટેટ હાઇવે ઉપર સવારના સમયે ભાવર ડી રાયડી રોડ ઉપર પસાર થતી બેસિંહણોની પાછળ મોટરસાયકલ દોડાવી બે સિંહણોને દોડાવનાર શખ્સ વિડીયો વાયરલ થતા વન વિભાગને જાણ થતા ગીર પૂર્વના ડી.સી.એફ. રાજદિપસિંહ ની સુચના અને ત્રિવેદીના માર્ગદર્શન નીચે તુલસીશ્યામ રંગના દબંગ આરએફઓ રાજલબેન પાઠક તથા ફોરેસ્ટર હરદીપસિંહ વાળા તથા ગાર્ડ ડી એન ચંદુ ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા બાઈક ઉપરના લખાણ શક્ય પ્રેમ અને કરુણા તેમજ વીડિયોમાં વિડીયો ઉતારનાર શખ્સદ્વારા બોલાતા દોડો દોડો શબ્દ ઉપરથી વિડીયો ઉતારના શખ્સની ઓળખાણ મળી જતા ભાવરડીના જીવકુભાઈ બાબુભાઈ મોભને વન વિભાગ એ ઝડપી પાડી વન વન વિભાગ ની કસ્ટડીમાં ધકેલી દેતા ગેરકાયદેસર સિંહ દર્શન કરનારા તથા સિહોને પરેશાન કરનારા ઓ મા ભય ફેલાતા તીતર થઈ જવા પામેલ છે
અત્રે ઉલખની છે કે બે સિંહણોને પરેશાન કરનાર શખ્સ સિંહોની વ્યાપક વસ્તીવાળા રસ્તે દરરોજ દૂધ દેવા જતા હોય તારીખ 4 ના રોજ યોગાનું યોગ સ્ટેટ હાઇવે 90ઉપર મહાકાળી મંદિર વિસ્તારમાં બે સિંહણો રોડ ઉપરથી પસાર થતી હોય જોવા મળતા આ શખ્સ દ્વારા બે સિંહણો પાછળ મોટરસાયકલ દોડાવી સિંહણોને ભજવણી કરી વિડીયો ઉતારી વાયરલ કરી રોફ જમાવવા જતા વન વિભાગના રોશનો ભોગ બનવા પામેલ
આ વિસ્તારમાં આંખની વીડી માં રહેતા વ્યાપક વસ્તી ધરાવતા સિંહોની વસ્તી હોય અવારનવાર સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળે છે થોડા સમય પહેલા આ વિસ્તારમાં એસટી ની બસ દ્વારા સિંહ ને અડફેટે લેતા એને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ધકેલેલ ક્યાં સારવાર દરમિયાન સિંહનું મોત થયેલ
ભાવડી થી રાયડી સુધી ના રોડ ઉપર ત્રણ કિલોમીટર વિસ્તારમાં બમ્પ બનાવવામાં આવે તો વ ન્ય પ્રાણીઓ સુરક્ષિત રહે.

