સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
જુનાગઢ રેન્જ (ઇ.ચા.)ડી.આઇ.જી.પી.શ્રી નિલેશકુમાર જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધીત ગુન્હા અટકાવવા અને બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને,
એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્સપેકટર કે.જે.ચૌહાણ ના માર્ગદશર્ન મુજબ એલ.સી.બી. ગીરસોમનાથના પો.સ્ટાફ ગઇકાલ તા.૦૭/૦૯/૨૦૨૨ ના રોજ ઉના ટાઉનમાં સરકારી દવાખાના પાસે રોડ ઉપર પહોંચતા સંયુકત રીતે બાતમી રાહે હકીકતે મળેલ કે ઉના ટાવર ચોક તરફથી એક ઇસમ એક મોટર સાયકલ હીરો સ્પેલ્નડર બ્લુ તથા રેડ પટ્ટાવાળી લઇ આવતો હોય જે ચોરી કરેલ હોય જે હકીકત આધારે ઉના સરકારી દવાખાના પાસે વોચમાં હતા દરમ્યાન એક ઇસમ ઉપરોકત હકીકત વાળી મોટર સાયકલ લઇ આવતા જેને રોકાવી જોતા સદરહું મો.સા. હીરો સ્પ્લેન્ડર બ્લુ તથા રેડ પટ્ટાવાળી જેના આગળ રજી. નંબર વંચાતા ન હોય તથા પાછળ નંબર પ્લેટ ન હોય જેના એન્જીન નંબર જોતા HA10EJCH.56817 તેમજ ચેસીસ નંબર MBLHA10AMCHL26436 વાળી હોય જેથી મજકુર ઇસમ ખીમજી ઉર્ફે ખીમો બાબુભાઇ કામળીયા કોળી ઉ.વ.૩૪ ધંધો સીલાઇકામ રહે.ઉના ઠે.ભીમપરા ચોરાની બાજુમાં રહે.મુળ વાસોજ ઠે.ઇન્દીરા આવાસ તા.ઉના જી.ગીરસોમનાથ વાળો હોય મજકુર ઇસમ પાસે મો.સા. ના આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવેલ જેથી સરહદુ મો.સા બાબતે ઓનલાઇન તપાસ કરતા અરજદાર ભરતભાઇ જીણાભાઇ બાંભણીયા રહે.વરસીંગપુર તા.ઉના વાળાએ મોટર સાયકલ ચોરી થયેલની સીટીજન પોર્ટલમાં E-HR નોંધાવેલ હોય જેમાં ઉના તળાવ પાસે આવેલ આનંદ વાટીકા ગરબી ચોક માંથી મો.સા.ચોરાયેલ ની હકીકત જણાવેલ હોય જેથી સદરહું મો.સા.ચોરી બાબતે ઉના પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૨૧૩૩/૨૦૨૨ આઇ.પી.સી.૩૭૯ મુજબનો ગુન્હો રજી.થયેલ છે, તથા મજકુર ઇસમની યુકતી પ્રયુકતીથી વધુ પુછપરછ કરતા અન્ય ચોરી કરેલ મો.સા.પોતાના ઘરે રાખેલ હોય જે મો.સા.બીકના કારણે બહાર ન કાઢતો હોય જેથી મજકુરના ઘરે જઇ તપાસ કરતા નીચે મુજબની બે મોટર સાયકલ ઘરે રાખેલ હોય જે ત્રણેય મો.સા. CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને CRPC કલમ ૪૧(૧)ડી.મુજબ ધોરણસર અટક કરી જે અનડીટેકટ રહેલ ગુન્હો ડીટેકટ કરી ચોરીમા ગયેલ ત્રણેય મો.સા. તથા મજકુર ઇસમને ઉના પો.સ્ટે સોપવામા આવેલ છે.હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


