મુંબઈ
સાઉથની ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રજનીકાંતે ફેમસ ડિરેક્ટર નેલ્સન દિલીપકુમારની ફિલ્મ પર કામ શરૂ કર્યું છે. અગાઉ ફિલ્મને થલાવિયાર ૧૬૯ નામ અપાયુ હતું, પરંતુ હવે મેકર્સે તેનું ટાઈટલ એનાઉન્સ કર્યું છે. જેલર નામની આ ફિલ્મના પોસ્ટરમાં લોહીથી લથબથ ચપ્પુ જાેવા મળે છે. ફિલ્મનું નામ એનાઉન્સ કરવાની સાથે પ્રોડ્યુસર્સે શેર કરેલા પોસ્ટર પરથી લાગે છે કે આ ફિલ્મ એક્શન એન્ટરટેઈનર હશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં લીડ રોલ માટે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે હજુ સુધી ફિલ્મના મેકર્સ કે સ્ટાર્સ તરફથી કોઈ કમેન્ટ આવી નથી, પરંતુ તેના લીધે ૧૧ વર્ષ બાદ ઐશ્વર્યા અને રજનીકાંત સાથે જાેવા મળે તેવી શક્યતા ઊભી થઈ છે. ઐશ્વર્યા અને રજનીકાંતે અગાઉ તેલુગુ ફિલ્મ રોબોટમાં સાથે કામ કર્યું હતું. રજનીકાંત છેલ્લે અન્નાથેમાં નયનતારા અને કિર્તી સુરેશ સાથે જાેવા મળ્યા હતા. આ ફિલ્મે માત્ર ૭ દિવસમાં ૨૦૦ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યુ હતું.


