Gujarat

દલાલો દ્વારા રાજસ્થાની આદિવાસી મહિલાઓને ગુજરાતમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું

મહેસાણા
રાજસ્થાનના આદિવાસી વિસ્તારની બે સગીરાને નોકરી અપાવવાના બહાને લલચાવી ફોસલાવી તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાના ગુનામાં પિંડવાડા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરતાં આદિવાસી વિસ્તારની યુવતીઓને દલાલો મારફતે ગુજરાતમાં વેચવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. રાજસ્થાનમાં રહેતા માણસા તાલુકાના બિલોદરા ગામના માસ્ટર માઈન્ડ વિનુજી ઉર્ફે વનરાજ દલપુજી ઠાકોર દ્વારા ખેરાલુના મલેકપુર ગામની સમીલાબેન ઉર્ફે રમી દશરથસિંહ ઠાકોર નામની મહિલા તેમજ અન્ય દલાલો સાથે મળી પિંડવાડા અને તેના આસપાસના આદિવાસી વિસ્તારોની નિર્દોષ યુવતીઓને ભોળવી ગુજરાતમાં વેચી મારવાનું આખું રેકેટ ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમજ ઝડપાયેલો વિનુજી ઠાકોર ભોગ બનનાર સગીરાને પોતાની સાથે રાખી વારંવાર દુષ્કર્મ પણ આચરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ત્રણેય આરોપીઓ હાલ રાજસ્થાનની જેલમાં છે અને આ ગેંગના અન્ય એક આરોપીને ઝડપી પાડવા તેમજ જ્યાં જ્યાં મહિલાઓ વેચવામાં આવી છે તે સ્થાને તપાસ કરવા પિંડવાડા પોલીસે તજવીજ હાથ ધરી છે. ગુજરાતના દલાલો અહીંથી આદિવાસી વિસ્તારની છોકરીઓને ભોળવી ફોસલાવીને અહીંથી લઈ જઈ ગુજરાતમાં જેના લગ્ન નથી થતાં તેમને વેચે છે. ત્રણ આરોપીઓ હાલ જેલમાં છે.રાજસ્થાનના આદિવાસી વિસ્તારની મહિલાઓને દલાલો મારફતે ગુજરાતમાં વેચવાના કૌભાંડનો રાજસ્થાન પોલીસે પર્દાફાશ કર્યો છે. મહિલાઓને વેચવાના આ રેકેટમાં રાજસ્થાનની પિંડવાડા પોલીસે ઉત્તર ગુજરાતની ટોળકીને દબોચી છે. જેમાં મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામની માસ્ટર માઈન્ડ મહિલા, પાટણના સિદ્ધપુર તેમજ માણસાના યુવક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *