Gujarat

દહેજની બેન્જાે કેમ લિમિટેડમાં બ્લાસ્ટ સાથે આગ લાગી

ભરૂચ
દહેજ જીઆઈડીસી સેઝ ૨માં આવેલી બેન્જાે કેમ લિમિટેડ કંપનીમાં હાલ કાર્યરત પ્લાન્ટની બાજુમાં નવા પ્રોજેક્ટ હેઠળ નવો પ્લાન્ટ બની રહ્યો છે. નવા પ્લાન્ટનો આર.સી.સી. સ્લેબ અચાનક ધડાકા સાથે તૂટી પડતા કામદારોમાં ભયની સાથે દોડધામ મચી ગઇ હતી. સ્લેબ તૂટીને બાજુમાં કાર્યરત પ્લાન્ટની એસિડ અને હોટ ઓઇલની લાઈન ઉપર પડતાં બંન્ને પાઈપલાઈનો તૂટતા ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. હોટ ઓઈલના લીધે આગ અને એસિડના લીધે ધુમાડાઓ નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. ધડાકાના પગલે નજીકમાં આવેલા લખીગામના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાનો કોલ ફાયર, જીપીસીબી, ફેકટરી ઇન્સ્પેકટર અને દહેજ પોલીસને અપાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગણતરીના સમયમાં આગ ઉપર ફાયર ફાઈટરોએ કાબુ મેળવી લઈ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.દહેજ સેઝ-૨માં આવેલી બેન્જાે કેમ લિમિટેડ કંપનીમાં નિર્માણ પામી રહેલા નવા પ્લાન્ટનો આરસીસી સ્લેબ તૂટી પડ્યો હતો. જેના પગલે ઘટનામાં એસિડ અને હોટ ઓઇલની લાઈન બ્રેક થતા બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી.

Fire-with-acid-and-gas-leaking-blast.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *