Gujarat

નડિયાદના સોનીપુરા ગામે વોટ્‌સએપમાં સ્ટેટ્‌સ મુકવા બાબતે યુવક પર હુમલો કરાયો

નડિયાદ
ગળતેશ્વર તાલુકાના સોનીપુરા ખાતે રહેતા ઈશ્વર વજેસિંહભાઈ પરમારનો ૧૮ વર્ષિય દીકરો વિષ્ણુ ગામમાં રમેશ નાનાભાઈ પરમારની દુકાને શાક લેવા ગયો હતો. આ દરમિયાન ત્યાં પહેલેથી જ હાજર ગામમાં રહેતા સુનિલપરમારે વિષ્ણુને જણાવ્યું કે, તું તારા વોટ્‌સએપ પર તારી સાથે વિજય ગીરવતભાઈ પરમારનું સ્ટેટસ કેમ મુકે છું. જેથી વિષ્ણુએ કહ્યું કે હું મારા વોટ્‌સએપ ઉપર ગમે તેની સાથે મારું સ્ટેટસ મૂકું તેમાં તમારે શું છે. તેમ જણાવતા આ સુનિલે ઉશ્કેરાઈને વિષ્ણુને ગાળો બોલવા લાગ્યો હતો. વાત આટલેથી નહીં અટકતા તેને માર મારવા પણ ફરી વળ્યા હતા અને નજીકમાંથી તેનુ ઉપરાણું લઈ આવેલા કાનજી ખુમાનભાઈ પરમાર અને ગિરવત રૂમાલભાઈ પરમારે પણ વિષ્ણુને ગડદાપાટુનો માર માર્યૌ હતો. જાેકે, વિષ્ણુએ બુમાબૂમ કરતા આજુબાજુમાંથી ફળિયાના લોકો ભેગા થઈ ગયા હતા અને વિષ્ણુને વધુ મારથી છોડાવ્યો હતો. આ ત્રણે લોકો જતા જતા કહેતા ગયા કે આજે તો તું બચી ગયો છે પરંતુ હવે પછી લાગ મળશે તો તને જાનથી મારી નાખીશું એમ કહી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સેવાલીયા પોલીસમા વિષ્ણુના પિતા ઈશ્વરભાઈ પરમારે ઉપરોક્ત ત્રણેવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.ગળતેશ્વર પંથકના સોનીપુરા યુવાનો યુવાનો વચ્ચે માથાકૂટ થઇ છે. જેમાં વોટ્‌સએપ પર સ્ટેટ્‌સ મુકવા જેવી નજીવી બાબતે ૩ લોકોએ એકને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સમગ્ર મામલે સેવાલીયા પોલીસમા ધમકી આપનાર અને મારામારનાર ૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *