Gujarat

નડિયાદમાં દારૂ સાથે ઝડપાયેલા બે ઈસ્મોના જામીન કોર્ટે ફગાવ્યા

નડિયાદ
નડિયાદ ગ્રામ્ય પોલીસે થલેડી ગામની સીમ ડેમોલથી થલેડી ગામ તરફ જતા નાળીયામાં મોટી કેનાલ નજીક એક ટ્રક અને ટેકટરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કટીંગ થાય છે તે બાતમીના આધારે બે પંચોને બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ ગત ડિસેમ્બર માસમાં રેડ કરતા તે જગ્યાએ એક ટ્રેક્ટર અને ટ્રક મળી આવ્યા હતા. ટ્રકમાં ડ્રાઈવર સાઈડની બાજુમાં એક ઈસમ બેઠેલનું નામઠામ પૂછતા અનિલભાઈ ઉર્ફે કામ્લી પૂનમભાઈ પરમાર (રહે.આખડોલ) હોવાનુ જયારે ટ્રેક્ટર ઉપર બેઠેલ ઈસમને તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ વિનુભાઈ શિવાભાઈ પરમાર (રહે થલેડી) હોવાનુ બહાર આવ્યું હતું અને ટેકટરમાં બેઠેલ ઈસમને સદર ભારતીય બનાવટના વિદેશી દારૂ બાબતે પુછપરછ કરતા તેઓ આં મુદામાલ ભરી આવેલ હોવાનુ જણાવ્યું હતું પોલીસે રૂપિયા ૧૦ લાખ ૬૮ હજારનો વિદેશી દારૂ સાથે બંને ઈસમને પકડી પાડયા હતા. આ બંને ઈસમોએ જામીન પર છુટવા માટે નડિયાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી હતી સરકારી વકીલ ઉમેશ ઢગટની દલીલો માન્ય રાખી બંનેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાં થલેડી ગામની સીમ ડેમોલથી થલેડી ગામ તરફ જતા નાળીયામાં મોટી કેનાલ પાસેથી પોલીસે રૂપિયા ૧૦.૬૮ લાખના વિદેશી દારૂ સાથે બેને પકડી લીધા હતા. આ બંનેએ નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી જે કોર્ટે ફગાવી દીધી છે.

District-Court-Nadiad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *