Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા નાકાબંધી દરમ્યાન કંડવા ગામે નર્મદા મેઈન કેનાલ પાસે ડબલ ડેકર ટ્રાવેલ્સમાં સીટની નીચે ઈંગ્લીશદારૂને સંતાડી રાખી લઈ જવાતો પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સાથે ડ્રાઈવર કંડક્ટરને ફુલ કિંમત રૂપિયા- ૭.૨૩,૯૦૫/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશનનો કેશ શોધી કાઢ્યો.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમાં રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ તથા નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પ્રોહી પેટ્રોલીંગ દરમ્યાન સાથેના નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે રામનાથ ટ્રાવેલ્સના ડ્રાઇવર અને કંડક્ટર પોતાની લક્ઝરીની બસની અંદર સીટની નીચેના ખાનામા મીણીયા થેલા તથા વિમલના થેલામાં ઇગ્લીશદારૂનો જથ્થો ભરીને કડુલીમહુડી થી પેસેન્જર ભરીને નસવાડી તરફ આવે છે તેવી બાતમી હકીકત આધારે કંડવા નર્મદા મેઈન કેનાલ પાસે પ્રોહી નાકાબંધી કરી ઈંગ્લીશદારૂ તથા રામનાથ ટાવેલ્સ બસ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા- ૭,૨૩,૯૦૫/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડી તેના વિરૂધ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહી કલમ-૬૫એઈ,૯૮(૨).૮૧ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220701-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *