ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ટીમ બનાવી સત્વરે પકડી પાડવાની ઝુંબેશ હેઠળ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા ખાનગી બાતમીદારો રોકી કાર્યરત હતા દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ સી.ડી.પટેલ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે નસવાડી પો.સ્ટે. પાર્ટ સી-ગુ.૨.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૧૩૧/૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૯૮(૨),૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી નગીનભાઇ ગણપતભાઇ બારીયા રહે આસગોલ તા.ડભોઇ જી.વડોદરા નાનો આજરોજ નસવાડી બજારમાં આવેલ છે તેવી ચોક્કસ બાતમી હકીક્ત આધારે આજરોજ સદરી આરોપીને કવાંટ બજાર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

