Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ફીલ્મી ઢબે પીછો કરી મોજે આનંદપુરી ગામની સીમમાં છલીયાનાળા પાસેથી ઇગ્લીશદારૂના જથ્થા તથા સ્કોડા ઓક્ટાવીયા ગાડી મળી કુલ કિંમત રૂપિયા ૬,૪૪,૯૦૦/- ની ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સૂચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ એ.એ.દેસાઈ નાઓના સંકલનમા રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પો.સ.ઇ સી.ડી.પટેલ નાઓ તથા નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ જણાયેલ સ્કોડા ઓક્ટાવીયા ગાડી રજી.નંબર G.J-16-AA 7788 ને રોકવા જતા તેનો ચાલાકે ગાડી ઉભી રાખેલ નહીં જેનો ફીલ્મી ઢબે પીછો કરી મોજે આનંદપુરી ગામની સીમમા છલીયાનાળા પાસેથી ઈંગ્લીશદારૂ તથા ગાડી સાથે કુલ કિંમત રૂપિયા- ૬,૪૪,૯૦૦/- નો મુદ્દામાલ પકડી તથા સદર મુદ્દામાલ છોડી નાસી ગયેલ ચાલાક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમ વિરૂધ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહી કલમ-૬૫એઈ,૯૮(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા સારૂ ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220329-WA0005-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *