Gujarat

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલૂકાના નાંદરવા ખાતે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની એક જાહેરસભા યોજાઈ

પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં તેજી આવી રહી છે. બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. શહેરા તાલૂકાના નાંદરવા ખાતે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની એક જાહેરસભા યોજાઈ હતી. જેમાં તેમને ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા. શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીને જંગી બહૂમતીથી જીતાડવા અપીલ કરી હતી. આ જાહેરસભામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને જાહેરજનતા ઉપસ્થિત રહી હતી. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને શહેરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીના પ્રચાર માટે જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ભૂતકાળમાં કોંગ્રેસે કરેલી કામગીરીને યાદ કરાવી હતી. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વધતી જતી મોંઘવારીમાં ૪૦૦ રૂપિયામાં મળતો ગેસનો બોટલ ૧૨૦૦ રૂપિયે થયો છે. સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થયો હોવાનું જણાવ્યું હતું, વધૂમાં શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજાે કેજરીવાલના મોટાભાગના માણસો બિસ્તરા પોટલા બાંધી દિલ્હી પહોંચી ગયા અને એમસીડીની ચુંટણીમાં લાગી ગયા કારણ કે એમને ખબર પડી ગઈ કે ગુજરાતમાં ખાતું ખૂલવાનું નથી અને ડિપોઝીટ બચે એવી શક્યતા નથી. તેમ જણાવી કહ્યું કે ગુજરાતમાં બે જ પાર્ટી ચાલે પહેલા નંબરમાં કોંગ્રેસનો પંજાે અને બીજા નંબરમાં બે ડબ્બાવાળુ બે એન્જીન વાળુ ગાડુ આવે…એય પાછું ચાલે કે ના ચાલે અત્યારે તો એ ખોટકાઇ ગયું હોવાનું જણાવ્યું હતુ. કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી શહેરા બેઠક પરથી જંગી બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *