Gujarat

પાકિસ્તાન કેદ મુક્ત ભારતીય માછીમારો માતૃભૂમિમાં… આંસુઓ અને ખુશી સાથે મેઘમહેર  એક વિચાર એક ભારતના પ્રતિનિધિ સમીર વાઢેર દ્વારા માછીમારોનું સ્વાગત અને સરકાર  નો આભાર માન્યો

  ગિરગઢડા
  ભરત ગંગદેવ…
 એક તરફ મેઘાએ મહેર કરી હતી અને બીજી બાજુ પાકિસ્તાન કેદ મજૂર માછીમારો મુક્ત બની ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મથકે આવી પહોંચ્યા હતા અને તેમની સાથે હતા તેમના પરિજનો અને મત્સ્યોઘોગ કચેરીના અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં માછીમારોના પરિવારજનો. છેલ્લા ઘણા સમયથી માછીમારોની મુક્તિ માટે સતત કાર્યરત સંગઠન એક વિચાર એક ભારતના પ્રતિનિધિઓ પાકિસ્તાન થી માછીમારો વતન વાપસી કરતા તેમના સ્વાગત માટે તેમજ સરકારનો આભાર વ્યક્ત કરવા માટે જિલ્લા મથકે પહોંચી ગયા હતા. કોડીનાર યુવા સામાજિક અગ્રણી સમીર વાઢેર અને ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, અગ્રણીઓ માછીમાર અગ્રણીઓ સાથે તેમજ માછીમાર પરિવારની મહિલાઓ, બાળકો અને તેમના પરિવાર સાથે તેમણે વેરાવળ ખાતે પાકિસ્તાન કેદ મુક્ત થયેલા માછીમારોનું સ્વાગત કરી તેમણે સરકારને વિનમ્રતાપૂર્વક સકારાત્મક રજૂઆત કરી પાકિસ્તાન કેદ માછીમારો વહેલામાં વહેલી તકે મુક્ત બને તેમજ તેમના પરિવારોને પડતી અગવડતાઓ, અસુવિધાઓ અને સહાય બાબતે નિયમોનુસાર સંવેદનશીલતાથી માછીમારોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આજ તારીખ ૨૩-૦૬-૨૦૨૨ ને ગુરુવારના રોજ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ ફીશરીઝ કચેરી ખાતે પાકિસ્તાન જેલમાં માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા મજબૂર ૨૦ માછીમાર મજદુરો મુક્ત બની આવી માદરે વતન પહોચ્યા હતા…ત્યારે આંસુઓ અને ખુશીઓ સાથે સાથે વરસાદ પણ મનમૂકીને વરસી પડ્યો હતો. પરીવારજનો પોતાના પરિજનો પારકા દેશમાં કેદ હતા તેમને ભેટી પડ્યા હતા. હજુ પણ ૬૪૨થી વધુ માછીમારો પાકિસ્તાન કેદમા છે જે બાબતે પણ સામાજિક સંગઠનો અને સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. ઉલ્લેખનીય છે કે અજાણતા અથવા તો अज्ञानता થી ભારતીય સીમા ઓળંગીને માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરીટી કેદ કરીને પાકિસ્તાન જેલ હલાવે કરી દે છે. અત્યાર સુધીમાં ૬૬૨ જેટલા માછીમાર મજૂરો પાકિસ્તાન કેદ છે જેમાથી ૨૦ માછીમારો મુક્ત બની માતૃભૂમિમાં આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનથી વાઘાબોર્ડર  તેમજ વાઘા બોર્ડરથી બરોડા ટ્રેન દ્વારા અને બરોડાથી બસ મારફત ૨૦ ભારતીય માછીમારો વેરાવળ ફિશરીઝ કચેરીએ લાવવામાં આવ્યા હતા.ગીર સોમનાથ એસ.ઓ.જી પોલીસ મારફત તમામ પાકિસ્તાન કેદમાંથી મુક્ત બનેલા માછીમારોનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરાયુ હતુ. ત્યારબાદ તેમને ફિશરીઝ વિભાગને સોંપવામા આવ્યા હતા. તેમજ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને તેમના પરિવારજનોને સોપવામા આવ્યા હતા. પરીવારજનોને મળી માછીમારોમા દિવાળી અને ઇદ જેવો માહોલ જોવા મળ્યો હતો તેમજ આંખોમાં આંસુઓ સાથે ખુશી જોવા મળી હતી. કોઈના બાપ તો કોઈનો દીકરો કોઈના કાકા તો કોઈના મામા અરે મજબૂરીમાં દરિયો ખેડનાર કોઈના દાદા પણ હતા……જયારે બસ આવી અને કોઈ બાળક કહ્યુ કે જો મા દાદા આવી ગયા તો એકવાર પત્રકારનો કેમેરો પણ રડી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કેદમાં ૬૪૨થી વધુ માછીમારો હોય તેમને પણ સરકાર દ્વારા વહેલી તકે મુક્ત કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી હતી . તેમજ આ સમયે અત્રે ઉપસ્થિત કોડીનાર સામાજિક યુવા અગ્રણી સમીર વાઢેર દ્વારા સરકારશ્રીને માછીમાર પરિવાર વતી વહેલામાં વહેલી તકે મુક્ત કરાવવા વિનમ્રતાથી મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી. વેરાવળ મત્સ્યોઘોગ કચેરીના અધિકારી  એમ.પી.મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ૧૭ તારીખે ભારત સરકાર દ્રારા ૨૦ માછીમારોને છોડવાની જાણ કરાતા ૧૮ તારીખે મત્સ્યોઘોગ અધિકારીઓ દ્વારા તેમને વાઘાબોર્ડર થી બરોડા અને બરોડાથી વેરાવળ કચેરીએ લાવવામા આવ્યા હતા. હજુ પણ પાકિસ્તાન જેલમા ૬૪૨ જેટલા માછીમારો છે તેમને પણ ભારત સરકાર દ્વારા વહેલી તકે મુક્ત કરવા પ્રયત્નો હાથ ધરાયા છે તેમ જણાવ્યુ હતું. ઉપસ્થિત માછીમારો અને માછીમાર પરિવારની લાગણી અને માંગણી એવી કરવામાં આવી કે વહેલી તકે માછીમારને પાકિસ્તાન કેદમાથી મુક્ત કરાવવામાં આવે તેમજ તેવા પ્રયાસો સરકારે હાથ ધરવા જોઇએ તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વૈશ્ર્વિક મહામારી કોરોનાકાળ બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલતાથી સામાજિક સંગઠનો અને અગ્રણીઓની રજૂઆતો, હકીકત અને મજદૂર માછીમાર પરિવારો અને મહિલાઓની માંગણીઓ પરત્વે સઘન અને અસરકારક કામગીરી હાથ ધરી છે. પાકિસ્તાન કેદ માછીમારોના પરિવારજનો દ્વારા રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારતના પ્રતિનિધિ યુવા અગ્રણી સમીર વાઢેરનો આભાર વ્યકત કર્યો હતો અને સાથોસાથ કચેરી ખાતે હાજર મહિલાઓ દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી. વતન પરત આવેલા તમામ માછીમારો જે પરદેશમાં કેદ હતા અને હવે સ્વદેશ મુક્ત બની આવ્યા છે તેમને શુભકામનાઓ.

IMG-20220623-WA0447.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *