પાટણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ ઉજવણીના ભાગરૂપે પાટણની સરકારી ઇજનેરી કોલેજ કતપુર ખાતે વિદ્યાર્થીઓને સરકારની એસએસઆઈપી ૨.૦પોલિસીના સુચારુ અમલીકરણ તેમજ માહિતી માટે એસએસઆઈપી સંબંધિત સ્ટુડન્ટ સેન્સિટાઇઝેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની સૂચના મુજબ સમગ્ર રાજયની ૧૭૫ યુનિવર્સીટી સંસ્થાઓમાં તારીખ ૧૭/૦૯/૨૦૨૨થી તારીખ ૧૫/૨૦/૨૦૨૨સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ ઉજવવાનું નક્કી થયેલું છે. આ ઉજવણીના ભાગ રૂપે સરકારી ઇજનેરી કોલેજ પાટણ ખાતે વિદ્યાર્થીઓને સરકારની એસએસઆઈપી ૨.૦ પોલિસીના સુચારુ અમલીકરણ માહિતી માટે એસએસઆઈપી સંબંધિત સ્ટુડન્ટ સેન્સિટાઇઝેશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી ઇજનેરી કોલેજના આ પાટણની પ્રયાસથી કોલેજના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગેની સરકાર થયેલા પ્રયાસને યોગ્ય માહિતી અને પોલિસીથી મળતા વિવિધ લાભોથી માહિતગાર થશે. જેમાં કોલેજના પ્રો.ડી.કે. પટેલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, પ્રો. જી. એ. પટેલ એચઓડી ઇલેક્ટ્રિકલ વિભાગ, પ્રો. હિતેશભાઈ પંચાલ, જયેશભાઇ પટેલ તથા અધ્યાપકો, એન્જિનિયરિંગ કોલેજના વિધાર્થી અને વિદ્યાર્થીની ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


