પાટણ
ચેટીચાંદ પર્વ એ વિશ્વભરમાં ફેલાયેલા સીંધી સમાજનો સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે. જેનો ઈતિહાસ બોલે છે સિંધીની ભૂમિ દેશના વિભાજન દરમ્યાન છીનવાઇ ગઇ હોવા છતાં સિંઘીઓ સિંધ પ્રાંતમાનીની આ તહેવારને ભકિત ભાવપૂર્વક ઉજવે છે. સંવત ૧૦૦૭માં આજના દિવસે અવતારી પુરુષ દિપચંદે જન્મ લીધો હતો. જેને સિંઘીઓ પ્રેમથી આચોલાલ ઝુલેલાલ કહે છે. જેથી આ મહાન પુરુષની જન્મજયંતિ એટલે ચેટીચાંદ. ત્યારે પાટણ શહેરના ચાચરીયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ભગવાન ઝુલેલાલની દિવ્યમૂર્તિને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝુલેલાલ ભગવાનની સ્નાનવિઘી, વસ્ત્ર પહેરામણી, મુગટ, કવચ, કુંડલ સહિતની ધાર્મિક વિધી વિદ્યાનનો સમાજના યજમાન શ્રેષ્ઠીઓએ લાભ લીધો હતો. ત્યારબાદ આરાધ્ય દેવ ઝૂલેલાલ ભગવાનની યજમાન પરીવાર બેબાશેઠ તેમજ જીલ્લા એસ.પી. અક્ષયરાજ મકવાણા દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી.તો આ પ્રસંગે સમાજના લોકોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી આરતી દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ જિલ્લા એસ.પી. અક્ષચરાજ મકવાણા તેમજ ઝૂલેલાલ રાસમંડળ પાટણ દ્વારા મંદિર ખાતેથી ભગવાનની ધજાપતાકા લહેરાવી ઝૂલેલાલ ભગવાનની શાહી સવારી અને જલયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. જેમાં સીંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતા. તો આ શોભાચાત્રામાં શરણાઈના સુર સાથે રાસમંડળીના કલાકારો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી તો સીંધી સમાજના લોકોએ આચોલાલ ઝુલેલાલના નાદ સાથે રાસ ગરબાની ધુમ મચાવી હતી. તો ભગવાન ઝૂલેલાલને શાહી બગીમાં બીરાજમાન કરાયા હતા. આ શોભાયાત્રા નિયત માર્ગો પર ફરી રંગેચંગે સંપન્ન થઈ હતી.ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ નૂતન વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘર મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનની વિધીવત રીતે પુજાવિધિ કરે છે.ત્યારે પાટણ શહેરમાં વર્ષોથી વસતા સમગ્ર સીંઘી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે નૂતન વર્ષ અને ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસને વરુણ દેવનું મંગળટાણુ પણ કહેવામાં આવે છે.guj


