ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ – ભાટીયા તથા દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિક અને એન. ડી. એચ. સ્કૂલ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે બાળ પ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો તા. 05/04/2002 ના રોજ દ્વારકા નગરીમાં એન. ડી. એચ. સ્કુલ – પ્રાથમિક વિભાગ દ્વારકા શાળા ખાતે બાળકોમાં રહેલી વિવિધ કલાની ઓળખના ભાગરૂપે ” બાળ પ્રતિભા શોધ ” સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા શાસ્ત્રીય સંગીત તાલીમ આપવામાં આવેલ જેમાં શાળાના 80 જેટલા બાળકોએ ગાયન, વાદન અને નૃત્યની વિવિધ કલાઓ પ્રસ્તુત કરી હતી. 80 બાળ કલાકારોને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું મેનેજીંગ- ગુજરાત સરકારશ્રીના રજિસ્ટર્ડ કલાકાર તથા દ્વારકેશ સ્કુલ ઓફ મ્યુઝિકના ડાયરેક્ટરશ્રી પરસોત્તમભાઈ જે. કછેટીયા (M.A & B.ed in Music) તથા દ્વારકાના સંગીત વિશારદ ધવલભાઈ પી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ શ્રી કાશ્મીરા ડી. મહેતા દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્ય મીરાબેન માણેક તથા શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સાથ – સહકાર મળેલ. ભાટીયા – નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ (B. Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ


