ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૨૦૧૫૯/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૯૮(એ), ૫૦૪ મુજબના કામનો આરોપી ચાર મહિનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય અને મજકુર આરોપીનું નામ. રાજુલા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર આરોપીને આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ રાજુલા તાલુકાના વીસળીયા ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
મનસુખ વશરામભાઇ શીયાળ, ઉ.વ.૩૦ રહે.વડલી, તા.મહુવા, જિ.ભાવનગર.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


