સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન એક મોટી સંસ્થા છે જેની સ્થાપના ૨૦૦૧માં થઈ હતી .તેની સ્થાપના કરનાર અમેરિકાના પ્રમુખ બીલ ક્લિન્ટન અને ભારતના તત્કાલીન વડાપ્રધાન હસ્તક આ સંસ્થાનું નિર્માણ કર્યું હતું .આ સંસ્થામાં જુદા જુદા સેકટર ઉપર કામ કરી રહી છે. જેમ કે સ્વાસ્થ્ય, આજીવિકા, શિક્ષણ ઉપરકામ કરી રહી છે. આ ત્રણેય સેક્ટરમાં જુદા જુદા પ્રોગ્રામ ચાલે છે
અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન શિક્ષણને લગતું પ્રોગ્રામ ડિજિટલ ઇક્વેલાઈઝર છે. જે ગુજરાતમાં ૨૦૧૪થી શરૂઆત થઇ હતી જેમાં અમરેલી જિલ્લાની શાળામાં ઘણી ખરી કવર કરેલી. આ વર્ષે ૮૦ શાળામાં શાળા પ્રોજેક્ટ આવ્યો જેમાં આ શાળાનો સમાવેશ થતાં ખૂબ જ ખુશી ની વાત છે .દીપ શાળામાં સાતમા ધોરણના દરેક બાળકને ટેબલેટ દ્વારા અભ્યાસ કરાવી અને ટેકનોલોજીથી વાકેફ કરાશે. આ શાળામાં શિક્ષકો પણ ટેકનોલોજીથી ભણાવીને બાળકોના અભ્યાસમાં મદદરૂપ થશે. આ સંદર્ભે શાળાએ ભરતભાઇ દેસાઇને કે જેઓ અમરેલી જિલ્લાના બાળકોને મદદ રૂપ થઇ રહ્યા છે તેનો આભાર પણ માન્યો. AIF ને પણ. અમેરિકા રહીને પણ સતત અમરેલી જિલ્લાના બાળકોની ચિંતા કરી એમના જીવનને શ્રેષ્ઠ શિક્ષણ આપી તેમના જીવનને એક નવી દિશા આપવાનો આ દીપ કાર્ય કરવા બદલ શાળા પરીવારે હૃદયપૂર્વક તેઓશ્રીનો આભાર માન્યો .ટેબલેટ વિતરણના કાર્યક્રમમાં AIF તરફથી હાર્દિક સર,દિપાલી મેડમ,કિશોરભાઈ,ક્રિષ્ના બેન,તથા વિનોદભાઈ હાજર રહેલ.


