ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધીક્ષક, છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી નાઓને સુચના કરેલ જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પો.ઇન્સ. બોડેલી નાઓના માર્ગદર્શન આધારે સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ. નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે આજરોજ ભાખા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમ્યાન નિલેશભાઈ સુરેશભાઈ જાતે ભીલ ઉ.વ.૨૫ રહે જેમલગઢ તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓને એક હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ જેનો રજી.નં. GJ-06-FP-2380 ની સાથે પકડેલ અને પકડાયેલ ઇસમ પાસે સદર મો.સા. ના કાગળો માંગતા તેઓ રજુ કરેલ ન હોય અને આ મો.સા. ના રજી. નંબર ઉપરથી પોકેટકોપ મોબાઇલમાં તથા ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં ચેક કરતા નસવાડી વિસ્તારના ભાખા વસાહતમાંથી ચોરાયેલ હોય અને આ બાબતે નસવાડી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૨૦૬૧૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય અને સદરી ઇસમને વધુ પુછપરછ કરતા તેને કબુલાત કરેલ કે અગાઉ પણ-૨૦૨૦ માં નસવાડી માંથી એક એફ.ઝેડ.એસ યામાહા કંપનીની મો.સા રજી.નં. GJ-23-AM-5192 ની ચોરી કરેલ હોવાનું જે બાબતે તપાસ કરતા નસવાડી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૯૦૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હાનો પણ ભેદ ઉકેલવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


