Gujarat

પ્રાચી પંથક માં અવિરત મેઘ સવારી થી ખેતરો તરબતોળ સતત વર્ષી રહેલા વરસાદ થી ખેતરો માં પાણી ભરાઈ રહેતા ચોમાસું પાક ને વ્યાપક નુકસાન થવા ની ભીતિ

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ
પ્રાચી તીર્થ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થોડા વિરામ બાદ મેઘ રાજા સતત વરસતા રહેતા  તમામ નદી નાળા છલકાયા છે તો તમામ ખેતરો માં પણ એક ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને સતત વરસતા વરસાદ થી પાણી નો ભરાવો રહેતા ચોમાસુ પાક જેમકે મગફળી,કપાસ, સોયાબીન  વગેરે ચોમાસુ પાક ને વ્યાપક નુકસાન જવાની શક્યતા વધતા ખેડૂત પુત્રો માં ચિંતા વ્યાપી હતી એક બાજુ ઉત્પાદન ના પૂરતા ભાવ નથી મળતા  અને બિયારણ દિવસે દિવસે મોંઘા થતા જાય છે ત્યારે કુદરત પણ રૂઠી ગયો હોય તેમ ખેડૂત પુત્રો ને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે
જેમાં મધ્યમ વર્ગ ના ખેડૂતો ઉછી ઉધારા કરી માંડ માંડ બિયારણ લઈ વાવણી કરી શકતા હોય અને  આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જાણે માથે આભ ફાટ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે

IMG_20220809_132001_636.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *