ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીરગઢડા તાલુકાની અંતરિયાળ જંગલની બોર્ડર પર આવેલી શ્રી ફરેડા પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓએ DLLS અને કલા મહાકુંભની સ્પર્ધાઓમાં તાલુકા,જીલ્લા અને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદસન કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં ચાલી રહેલ DLLS સ્કુલ અંતર્ગત બાસ્કેટબોલ અને વોલીબોલની રાજ્યકક્ષાની ટીમ માટે રાજ્યભરની શાળાઓના યોગ્ય પાત્રતા ધરાવતા વિદ્યાથીઓની પસંદગી માટે ભાવનગર,આણંદ અને નડીયાદ મુકામે રાજ્યકક્ષાની પસંદગી પ્રકિયા યોજાયેલ જેમાં જંગલની બોર્ડર પર આવેલા નાના એવા ફરેડા ગામની શાળામાંથી ચાર વિદ્યાર્થીઓ પસંદગી થયેલ છે.
૧. અભય ટપુભાઈ પરમાર DLLS –અમરેલી
૨. પ્રતિક રમેશભાઈ જોશી DLLS –આણંદ
૩. દ્રષ્ટિ ગોવિંદભાઈ વાઘેલા DLLS –ધ્રોલ
૪. નિધિ ટપુભાઈ પરમાર DLLS –કોડીનાર
તેમજ હાલમાં ચાલી રહેલા કલા-મહાકુંભમાં પણ ફરેડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુ.આસ્થાબેન જીગ્નેશભાઈ હીરપરાએ ગાયન વિભાગમાં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી ઝોન કક્ષાની સ્પર્ધા માટે ગીરસોમનાથ જીલ્લાનું પ્રતિનીધીત્વ કરશે. બન્ને સ્પર્ધાઓમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓએ શાળા તાલુકા તથા જીલ્લાનું ગૌરવ વધારવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


