Gujarat

બનાસકાંઠાના થરાદમાં સગા જીજાજીએ જ સાળી સાથે દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદના એક ગામમાં સગા બનેવીએ પોતાની સગીર વયની સાળી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીર દીકરીના માતા-પિતા ધંધા અર્થ ગયેલા હોવાનો એકલતાનો લાભ લઇ સગીરાના બનેવીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જાેકે, આ ઘટના પાંચથી છ મહિના પહેલા થઈ હતી. પરંતુ સગીરાને તેના બનેવીએ ધમકી આપતા સગીરાએ ડરના કારણે પોતાના પરિવારજનોને વાત ના કરતા આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો પરિવારજનોને ધ્યાને આવ્યો હતો. દરમિયાન, માતા-પિતા સહિત પરિવારજનો સગીરાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને સગીરા એ પોતાના બનેવીની સામે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પંથકના માતાપિતા સાથે એક સગીરા થરાદ પોલીસ સ્ટેશનમા આવી હતી. જેણે પોતાની હકીકત પોતાના માતાપિતા સમક્ષ જાહેર કરી હતી. જેમાં તેના સગા બનેવીએ તેના પર દુષ્કર્મ કર્યું હોઈ જેને આશરે પાંચ છ માસનો ગર્ભ હોવાનું પોતે જણાવ્યું છે. જેથી મહિલા કોસ્ટેબલ સાથે રાખીને તેની યોગ્ય પૂછપરછ કરી ત્યારબાદ તેના લખાણ મુજબની ફરિયાદ લેવામાં આવી છે. આ બાબતે એનું મેડિકલ પરિક્ષણ કરવાની તેમજ આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતીમાન કર્યા છે.થરાદના એક ગામમાં પોતાના સગા બનેવીએ સગીર વયની સાળી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ચોંકાવનારી અને સભ્ય સમાજ માટે કલંકિત ઘટના સામે આવી છે. માતાપિતા મજૂરી અર્થ ગયેલા હોઈ સગા બનેવીએ પોતાની સગી સાળીનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. જાેકે, સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાએ માતા-પિતા સાથે જઇ થરાદ પોલીસ મથકે પોતાના બનેવી સામે થરાદ મથકે ફરિયાદ નોંધાવી છે.

The-relative-committed-adultery-with-the-sister-in-law.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *