Gujarat

બનાસકાંઠામાં મહિલા તલાટીએ ખેડૂતોને જળસંચય માટે અભિયાન ચલાવ્યું

પાલનપુર
બનાસકાંઠાના સેમોદ્રા ગામે તલાટીની નોકરી કરતી ખેડૂતપુત્રી હિરલ ચૌધરીએ ખેડૂતોની વેદના જાેઈને મનોમન નક્કી કર્યું કે ગામડાંમાં ખેડૂતોની સિંચાઇના પાણીની સમસ્યા દૂર કરવા કંઈક કરવું જાેઈએ. ત્યાર બાદ આજથી ચાર વર્ષ પહેલાં હિરલ ચૌધરીએ નોકરીના સમયમાંથી સમય કાઢીને ગામડાં ખૂંદવાનું શરૂ કર્યું. જિલ્લાના અનેક તાલુકાના ગામડાંમાં ફરીને હિરલ ચૌધરીએ જળસંચય અંગે ખેડૂતોને સમજાવ્યા અને એમાં એને સફળતા મળી. શરૂઆત એક-બે ખેડૂતથી થઈ જ્યાં જૂના કૂવામાં ચોમાસાનું પાણી ઉતારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. એક-બે ખેડૂતથી શરૂઆત થતાં હિરલનો જુસ્સો વધ્યો અને તેણે પોતાનું આ અભિયાન ચાલુ જ રાખ્યું. હિરલ ચૌધરીએ વડગામ, પાલનપુર, દાંતીવાડા, લાખણી, ડીસા અને અમીરગઢ સહિતના તાલુકાઓમાં ખેડૂતો સાથે સંપર્ક કરી આ અભિયાન પર કામ કરતી રહી. આજે આ અભિયાનમાં બે હજાર જેટલા ખેડૂતો જાેડાયા છે. એમાં ખેડૂતોએ પોતાના જૂના કૂવા અને જૂના બોરવેલમાં વરસાદી પાણી વાળવાનું શરુ કર્યું. આ અભિયાનમાં હિરલ ચૌધરીએ પાત્રતા ધરાવતા ખેડૂતોને મનરેગા યોજના હેઠળ લાભ પણ અપાવ્યો છે. આપણે દિવસે ને દિવસે જાેઈએ છીએ કે પાણીના તળ બહુ ઊંડા જાય છે. ખેડૂતો પાસે જે ખેતીની જમીન હોય એમાં ૮૦-૯૦ ટકા જમીન પાણીના અભાવે પડતર પડી રહે છે અને માત્ર ૧૦ ટકા જમીનમાં જ પિયત થાય છે, જેને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. ઘણી જગ્યાએ ખેતરોમાં પશુપાલન માટે પાણીનાં ટેન્કરો લાવા પડતાં હોય છે. ઘણાં ગામડાંમાં હાલ પીવાનું પાણી પણ નથી મળતું. જાે અત્યારથી જ આ સ્થિતિ હોય તો આગળ જઇને શું થશે? પાણી માટે ઘણા ખેડૂતો આંદોલન પણ કરી ચૂક્યા છે. બનાસકાંઠાના સેમોદ્રા ગામમાં ખેડૂતોને બહુ તકલીફ પડતી હતી. એ જાેઇને ચાર વર્ષ પહેલાં મેં આ અભિયાનની શરૂઆત કરી. મેં નોકરી, ઘર અને પરિવારને મેનેજ કરીને ગામડે ગામડે ફરીને ખેડૂતનો સમજાવ્યા, તેમને જળસંચય વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું. શરૂઆતમાં એક-બે ખેડૂતો માન્યા અને ત્યાર બાદ એક પછી એક ખેડૂતો માનતા ગયા. આજે આ અભિયાનમાં બે હજારથી વધારે ખેડૂતો જાેડાયેલા છે. અમારા વિસ્તારમાં દોઢસો ફૂટ નીચે પણ પથ્થર જ છે. તો બીજી તરફ સતત નીચા ઊતરતા જળસ્તરને કારણે પાણીની તંગી સર્જાય છે. ઓછા વરસાદને કારણે પાણીના તળ ઊંડા જતાં ખેતીમાં બહુ તકલીફ પડે છે. આંદોલન કરતાં મલાણા તળાવ ભરવા સરકારે બાંયધરી આપી છે. તો બીજી તરફ હિરલબેન આખા જિલ્લામાં ફરીને જળસંચય માટે ખેડૂતોને સમજાવી રહ્યાં છે. તેમણે અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. ગયા વર્ષે અમે ૧૦૦ જેટલા કૂવા રિચાર્જ કર્યા એમાં હિરલબેનનો મહત્ત્વનો ફાળો રહેલો છે, સાથે ગામના ૩૦ જેટલા યુવાનોએ પણ ૨૪ કલાકમાંથી ૧૮ કલાક મહેનત આના માટે જ કરી છે. હિરલબેનનું આ અભિયાન ભવિષ્ય માટે ખૂબ જ સારું છે, આનાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે.બનાસકાંઠા જિલ્લામાં પાણીના પોકાર વચ્ચે ખેડૂતોએ હવે પાણી માટે જળસંચય અભિયાન હાથ ધર્યું છે. ચોમાસા દરમિયાન વહી જતા પાણીને જમીનમાં ઉતારી જમીનમાં તળ ઊંચા આવે એ માટે જાત મહેનતથી પ્રયત્નો હાથ ધર્યા છે. એક મહિલા તલાટી કર્મચારી દ્વારા આ જળસંચય અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. હાલ આ જળસંચય અભિયાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જાેડાયા છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *