Gujarat

બરોડા ડેરી દૂધમાં વધારો ન કરવા યુથ કોંગ્રેસના દેખાવો

વડોદરા
અમુલમાં સમયાંતરે દૂધના ભાવમાં કરવામાં આવી રહેલા ભાવ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જતું હોય છે. તે સાથે ટૂંકી આવકમાં ગુજરાન ચલાવતા પરિવારજનો માટે દૂધનો ભાવ વધારો પણ થઇ પડે છે. જાેકે લોકો હવે ભાવ વધારાના આદિ બની ગયા હોય તે રીતે મૂંગા મોઢે સહન કરી રહ્યા છે. જેનો ફાયદો સત્તાવાળાઓ લઇ રહ્યા છે. અવારનવાર જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો કરતાં ખચકાતા નથી, ત્યારે વધુ એક વાર અમૂલના દૂધમાં પ્રતિલીટર રૂપિયા ૨ નો વધારો કરવામાં આવતાં બરોડા ડેરી દ્વારા પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિહ વાઘેલા અને જિલ્લા યુથ કોગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલની આગેવાનીમાં કાર્યકરો આજે બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા અને બરોડા ડેરી સામે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તેવી ઉગ્ર માગણી કરી હતી. તે સાથે શહેર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બરોડા ડેરીના એમ.ડી. અજય જાેષીને આવેદનપત્ર આપ્યું હતું ચારનો વધારો કરવામાં આવ્યો હતો. આથી આ વખતે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવે નહીં. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે તો અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરા શહેર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખોએ જણાવ્યું હતું કે, અચ્છે દિનની વાતો કરનાર ભાજપ સરકારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં અવારનવાર થઈ રહેલા ભાવ વધારાના પગલે લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સમયાંતરે થઇ રહેલા ભાવવધારાના પગલે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલ બન્યું છે. જેમાં જાે બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે તો, ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર પડતા ઉપર પાટુ માર મારવા જેવો ઘાટ થશે.અમુલ દ્વારા દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે બરોડા ડેરી દ્વારા પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે બરોડા ડેરી દ્વારા આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તે માટે શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે બરોડા ડેરી ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દૂધના ભાવમાં વધારો ન કરવા માટેની માગણી સાથે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

Youth-Congress-demonstrations-with-demands-not-to-increase.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *