Gujarat

બાવળાનાં કેશરડી ગામમાંથી LCB એ ૭ જુગારીને ઝડપ્યા

બાવળા
બાવળા જાહેર અને તાલુકામાં જુગારનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે જુગારધામોને પકડી લેવા માટે એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કોન્સ્ટેબલ રધુવીરસિહ ગોહીલને બાતમી મળી કે બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં આવેલા સુથાર વાસનાં મકાનમાં તીન પત્તીનો જુગાર રમાઇ રહ્યો છે. જે બાતમીનાં આધારે કેરાળા જીઆઇડીસી પોલીસને અંધારામાં રાખીને એલસીબી પીએસઆઇ એચ.આર. પટેલ, એ.એસ.આઇ. વિજયસિંહ મસાણી, દિલીપસિહ પરમાર, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી, રઘુવીરસિંહ ગોહિલ,ખુમાનસિંહ સોલંકીએ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કિશોર ત્રિકમભાઇ ડાભીસ રહે- કેસરડી, હમીર અમરશીભાઇ મકવાણા રહે-કેસરડી, આરીફ ઉર્ફે મિસ્ત્રી ગનીભાઇ વ્હોરા, રહે- જીવાપુરા, રૂપાલ, અશ્વિન માવજીભાઇ ચૌહાણ, રહે- બાવળા, મોમણ સોમાભાઇ ભરવાડ, રહે ધોળકા, દશરથભાઈ ભઈજીભાઇ પટેલ રહે-ધોળકા, નિતિન જેસંગભાઇ મકવાણા રહે-બગોદરા એમ ૭ જુગારીને જુગાર રમતાં ઝડપી લીધા હતાં.તેમની પાસેથી ૪૯,૧૩૦ રૂપિયા રોકડા અને ૨ કાર મળી કુલ ૪,૬૫,૬૩૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *