Gujarat

બે મહિનામાં રાજયની રોજગારી ૧૦ લાખને પાર થશે

અમદાવાદ
જ્યારે દેશ અને રાજ્ય કોરોનાની ઘાતક બીજી લહેર અને ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો હતો તેવા સમયે પણ રોજગારીની તકો ઊભી થઈ રહી હતી. છેલ્લા ૧૦ મહિનામાં ૨૨થી ૨૫ વર્ષ વયજૂથના લોકોને રોજગારી મળી છે પરંતુ નોંધનીય છે કે ૩૫ વર્ષથી વધુ વયજૂથના લોકોને રોજગારી મળવાનું પ્રમાણ નોંધપાત્ર ૧.૪૯ લાખ જેટલું નોંધાયું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યમાં ૫.૫૬ લાખ લોકોની નવી રોજગારી મળી હતી જેની સામે ત્રણ વર્ષના ગાળામાં જ આ સંખ્યા બમણી થઈ ગઈ છે. ઈપીએફઓ દ્વારા જાન્યુઆરી ૨૦૨૨ના રિપોર્ટ મુજબ દેશમાં ૧૫.૨૯ લાખ નવા સભ્યો નોંધાયા છે, જે ડિસેમ્બર ૨૦૨૧ની તુલનામાં ૨.૬૯ લાખ વધુ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને હરિયાણા રોજગારી સર્જનમાં ટૉપ પર છે કુલ ૯.૩૩ લાખ સભ્યો નોંધાયા છે. આમ દેશમાં ૬૧% રોજગારી સર્જન માત્ર આ પાંચ રાજ્યમાં થયું છે. જાન્યુઆરી ૨૦૨૨માં દેશમાં ૩.૨૦ લાખ મહિલા સભ્યોનો ઉમેરો નોંધાયો છે. કુલ નોંધાયેલા સભ્યોની તુલનામાં તેમનું પ્રમાણ ૨૧% જેટલું છે. ડિસેમ્બર ૨૦૨૧ની તુલનામાં ૫૭,૭૨૨ વધુ મહિલા સભ્યો નોંધાયા છે.ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં ચાલુ નાણાકીય વર્ષના સૌથી વધુ ૧.૨૯ લાખ ઇપીએફઓના નવા સભ્યો નોંધાયા છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં કુલ ૯.૪૮ લાખ નવા સભ્યો નોંધાયા છે. ઇપીએફઓ દ્વારા જાન્યુઆરી ૨૦૨૨ સુધીની પેરોલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ડિસેમ્બર ૨૦૨૧ની તુલનામાં રાજ્યમાં ૧૯ હજાર જેટલા વધુ સભ્યોની નોંધણી થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઇપીએફઓમાં સરેરાશ માસિક ૯૫ હજાર નવા સભ્યો નોંધાય છે તેથી ફેબ્રુઆરી અને માર્ચમાં આ જ રીતે સભ્યોના આંકડા નોંધાશે તો ૨૦૨૧-૨૨માં કુલ નવા જાેડાયેલા સભ્યોની સંખ્યા રાજ્યમાં ૧૦ લાખને પાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *